Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડ અભિનેત્રી Oops મોમેન્ટનો બની શિકાર, જુઓ Video

બોલિવૂડના સ્ટાર પોતાના અભિનયથી તો ચર્ચામાં બની જ રહે છે પરંતુ ઘણી વખતે તે જાહેરમાં Oops Moment નો શિકાર પણ બની જતી હોય છે. આવું જ કઇંક અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે થયું છે. ઉર્વશી રૌતેલાનો એક વિડીય વાયરલ થઇ રહ્યો છે જેમા તે Oops... મોમેન્ટનો શિકાર થતી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ફેન્સ સાથે સુંદર તસવીરો શેર કરતી
બોલિવૂડ અભિનેત્રી oops મોમેન્ટનો બની શિકાર  જુઓ video
બોલિવૂડના સ્ટાર પોતાના અભિનયથી તો ચર્ચામાં બની જ રહે છે પરંતુ ઘણી વખતે તે જાહેરમાં Oops Moment નો શિકાર પણ બની જતી હોય છે. આવું જ કઇંક અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે થયું છે. 
ઉર્વશી રૌતેલાનો એક વિડીય વાયરલ થઇ રહ્યો છે જેમા તે Oops... મોમેન્ટનો શિકાર થતી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ફેન્સ સાથે સુંદર તસવીરો શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ ઉર્વશીએ દુબઈમાં તેના પરફોર્મન્સની એક ઝલક શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જઈને આ ઘટનાનો એક વિડીયો શેર કર્યો છે. તાજેતરમાં, તેણીએ દુબઈની પ્રખ્યાત બુર્જ ખલીફાની સેવન-સ્ટાર હોટલમાં પરફોર્મ કર્યું હતું, તે આવું કરનારી ભારતની પ્રથમ કલાકાર બની હતી. વિડીયોમાં તે ઓફ શોલ્ડર ચમકદાર બોડીકોન ગાઉનમાં પરફોર્મ કરતી જોવા મળી રહી છે. 
આ ગાઉનમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. જોકે, આ ગાઉન એવું હતુ કે, તેને તેના ડાન્સ વચ્ચે મુશ્કેલીમાં મુકી રહ્યું હતું. એક ગીત પર ડાન્સ કરતા તે Oops Moment નો શિકાર બની હતી. જો કે, તેણે તેના ડ્રેસને તરત જ વ્યવસ્થીત કરી દીધો અને ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું. આ વિડીયો શેર થવાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. તેના ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજીસ મૂકીને તેના પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, 'ભારતનું ગૌરવ...' જ્યારે તેના બીજા ચાહકે તેને 'ઇન્ટરનેશનલ સુપરસ્ટાર' ગણાવી. તેણીને 'પ્રેરણા' તરીકે વર્ણવતા, એક યુઝર્સે લખ્યું, 'અમને તમારા પર ગર્વ છે ઉર્વશી મેમ!! તમે ખૂબ મહેનત કરો છો !! તમે અમારા માટે એક મહાન પ્રેરણા છો! લવ યુ મેડમ.
ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે 'વર્જિન ભાનુપ્રિયા' ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે ગૌતમ ગુલાટી સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. હવે ચર્ચા છે કે ઉર્વશી તેલુગુ ફિલ્મ 'બ્લેક રોઝ'માં જોવા મળશે. આ ફિલ્મથી તે તમિલ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. વળી, ઉર્વશી રૌતેલા હોલિવૂડમાં પણ ડેબ્યૂ કરશે તેવી ચર્ચા છે. અભિનેત્રી 'કાન્સ 2022' માં પણ તેના લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
Advertisement
Tags :
Advertisement

.