Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાયરલ થયા બાદ શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા, આજે નથી પરિણામ

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આવવાથી જેમ લાભ થયો છે. તેમ નુકસાન પણ થયું છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ સમયમાં ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચાર એ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આપણ દરરોજ જોઇએ છીએ કે કઇ રીતે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા સમાચારો ફેલાવતા હોય છે. ક્યારેક આ પ્રકારના કૃત્ય કોઇ ષડયંત્રનો ભાગ હોય છે અને ક્યારેક કોઇ ટીખળ કરતું હોય છ. જે હોય તે પરંતુ તેના કારણે હજારો લો
સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાયરલ થયા
બાદ શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા  આજે નથી પરિણામ

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આવવાથી
જેમ લાભ થયો છે
. તેમ નુકસાન પણ થયું છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ સમયમાં ફેક
ન્યૂઝ એટલે કે ખોટા સમાચાર એ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આપણ દરરોજ જોઇએ છીએ કે
કઇ રીતે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા સમાચારો ફેલાવતા હોય છે. ક્યારેક આ
પ્રકારના કૃત્ય કોઇ ષડયંત્રનો ભાગ હોય છે અને ક્યારેક કોઇ ટીખળ કરતું હોય છ. જે
હોય તે પરંતુ તેના કારણે હજારો લોકોને અસર થતી હોય છે.

Advertisement


ત્યારે ગુજરાતમાં પણ આજે કંઇક આ
પ્રકારની જ ઘટના બની છે. સોશિયલ મીડિયા પર કોઇ ઇસમે ધોરણ 10 અને 12ના પરિણામને લઇને
ફેક ન્યૂઝ વહેતા મુક્યા અને જોતજોતામાં તે વાયરલ થઇ ગયા. ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક બોર્ડના નામે ફરતો થયેલો ખોટો પરિપત્ર એટલો વાયરલ થયો કે શિક્ષણ
વિભાગે આ અંગે સત્તાવાત રીતે સ્પષ્ટતા કરવી પડી છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આ અંગે
પ્રેસ રિલીઝ જાહેર કરીને સ્પષ્ટતા કરી છે.

Advertisement

 

વાયરલ થયેલા સમાચાર ખોટા

Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લેટરમાં
એવી માહિતી હતી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
માર્ચ/એપ્રિલમાં લેવાયેલી ધોરણ 10 અને 12 (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષાનું પરિણામ
બોર્ડની વેબસાઇટ પર તા.17-5-22ના રોજ સવારે 8:00 વાગે જાહેર કરવામાં આવશે. આ
પ્રકારનો ખોટો મેસેજ તૈયાર કરીને વાયરલ કરવામાં આવ્યો હતો.

 

શિક્ષણ બોર્ડે શું સ્પષ્ટતા કરી?

આવો ખોટો મેસેજ વાયરલ થયા બાદ શિક્ષણ
બોર્ડે સ્પષ્ટા કરી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી અખબારી યાદી કે જેમાં 17 તારીખે
પરિણામ જાહેર થયાની વાત કરવામાં આવી છે તે બનાવટી છે. જેથી વિદ્યાર્થીઓ
, વાલીઓ અને શાળાના આચાર્યો એ વાતની નોંધ લે કે 17 તારીખે પરિણામ જાહેર
થવાનું નથી.  આ પ્રકારે ખોટો મેસેજ વાયરલ
કરનારા ઇસમ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.