Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે શરૂ થશે રકતદાન અભિયાન, જાણો કેવી રીતે કરશો રક્તદાન

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના Narendra Modi જન્મદિવસે 17 સપ્ટેમ્બરે રક્તદાન અમૃત મહોત્સવની Blood Donation Drive શરૂઆત કરવામાં આવી રહી છે. આ દિવસે દેશભરમાં એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાની યોજના છે અને જે રીતે કોરોના રસીકરણનો ડેટા રિયલ ટાઈમમાં દેખાય છે, તેવી જ રીતે 17 સપ્ટેમ્બરે રક્તદાનનો Blood Donation ડેટા લાઈવ અપડેટ કરવામાં આવશે.આરોગ્ય સેતુ પોર્ટલ પર નોંધણી શરૂ થઈરક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત Blood Donation Drive આરોગ્ય
વડાપ્રધાનશ્રીના જન્મદિવસે શરૂ થશે રકતદાન અભિયાન  જાણો  કેવી  રીતે કરશો રક્તદાન
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના Narendra Modi જન્મદિવસે 17 સપ્ટેમ્બરે રક્તદાન અમૃત મહોત્સવની Blood Donation Drive શરૂઆત કરવામાં આવી રહી છે. આ દિવસે દેશભરમાં એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાની યોજના છે અને જે રીતે કોરોના રસીકરણનો ડેટા રિયલ ટાઈમમાં દેખાય છે, તેવી જ રીતે 17 સપ્ટેમ્બરે રક્તદાનનો Blood Donation ડેટા લાઈવ અપડેટ કરવામાં આવશે.
આરોગ્ય સેતુ પોર્ટલ પર નોંધણી શરૂ થઈ
રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત Blood Donation Drive આરોગ્ય સેતુ પોર્ટલ Aarogya Setu પર સ્વૈચ્છિક રક્તદાનની Blood Donation નોંધણી શરૂ થઈ ગઈ છે. તે લોકોને રક્તદાન કરવા અને માનવતા ખાતર વડા પ્રધાનના મિશનનો ભાગ બનવાનું આહ્વાન કરે છે.
કોણ રક્તદાન કરી શકે છે?
આ અભિયાનને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય Health Ministry દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર મોકલવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ અભિયાન રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ એટલે કે 1 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. કોઈપણ સ્વસ્થ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે તે આ અભિયાનમાં જોડાઈને સ્વેચ્છાએ રક્તદાન કરી શકે છે.

ઈ-રક્તકોશ પોર્ટલ પર બ્લડ ડેટાબેઝ બનાવવામાં આવશે
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ઈ-રક્તકોશ પોર્ટલ પર બ્લડ બેંકોની નોંધણી કરવા અને તેમનો ડેટા અપડેટ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તમામ સરકારી અને ખાનગી બ્લડ બેંકોમાં ઉપલબ્ધ બ્લડ ગ્રુપ અનુસાર, સ્ટોક ઈ-રક્ત કોશ પોર્ટલ પર દર્શાવવામાં આવશે અને સામાન્ય લોકો પણ આ પોર્ટલ પર સ્ટોક ચેક કરી શકશે. આ પોર્ટલની લિંક આરોગ્ય સેતુ એપ પર પણ ઉપલબ્ધ છે.

રક્ત માટે ડેટા એકત્રિત કરવામાં આવશે
જો ક્ષમતા કરતા વધુ લોકો બ્લડ બેંકમાં આવે છે અને જેઓ રક્ત આપવા માટે અસમર્થ છે, તો તેમને પણ ભાગીદારીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આવા લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને તેમનો ડેટા એકત્ર કરવામાં આવશે અને જરૂર જણાય તો તેમને રક્તદાન માટે બોલાવવામાં આવશે.
દર 2 સેકન્ડે 1 વ્યક્તિને લોહીની જરૂર પડે છે
તમને જણાવી દઈએ કે 350 ml રક્ત 3 જીવન બચાવી શકે છે અને દેશમાં દર 2 સેકન્ડે એક વ્યક્તિને લોહીની જરૂર પડે છે. કોરોનાના સમયગાળા દરમિયાન 1 કરોડ 46 લાખ યુનિટ રક્તની જરૂર હતી, પરંતુ માત્ર 1 કરોડ 25 લાખ યુનિટ રક્ત ઉપલબ્ધ હતું. દેશમાં સરકારી અને ખાનગી સહિત લગભગ 3900 બ્લેડ બેંકો છે, પરંતુ આ બેંકોમાં લોહીની અછત છે. તેથી, દેશની તમામ બ્લડ બેંકોને આ પોર્ટલ સાથે જોડાવા માટે કહેવામાં આવે છે.
Tags :
Advertisement

.

×