Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગંગા નદી વચ્ચે હોડીમાં થયો બ્લાસ્ટ, 4 લોકોના મોત, અનેક ઘાયલ

બિહારની રાજધાની પટનામાં શનિવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. અહીં ગંગા નદીમાં પાણીની વચ્ચે હોડીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયંકર દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. હોડી પર કુલ 20 જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન ત્યાં પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.કહેવાય છે કે, હોડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવામાà
ગંગા નદી વચ્ચે હોડીમાં થયો બ્લાસ્ટ  4 લોકોના મોત  અનેક ઘાયલ
બિહારની રાજધાની પટનામાં શનિવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. અહીં ગંગા નદીમાં પાણીની વચ્ચે હોડીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયંકર દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. હોડી પર કુલ 20 જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન ત્યાં પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
કહેવાય છે કે, હોડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી. આ દરમિયાન ખનન સાથે જોડાયેલ લોકો હોડી પર જ ખાવાનું બનાવી રહ્યા હતા. તે જ સમયે અચાનક ગેસ લીક થતાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો. ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. 
સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળ પર પહોંચેલા મરીન  પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 4 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આ ઘટનામાં કેટલાય સવારો ઘાયલ થયા હોવાની સૂચના પણ મળી છે. બાદમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ઘાયલ લોકોનો હાલમાં કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. 
Advertisement
Tags :
Advertisement

.