Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર જાહેર સભામાં ફેંકવામાં આવી કાળી શાહી, Video

કર્ણાટકના બેંગલુરુમાં એક કાર્યક્રમમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકવામાં આવી છે. ટિકૈત એક મીટીંગમાં હાજર હતા જ્યાં લોકોએ એકબીજા ઉપર લાતો અને મુક્કાબાજી કરી હતી. આ દરમિયાન ટિકૈટ પર શાહી ફેંકવામાં આવી હતી. યુદ્ધવીર સિંહ પર પણ શાહી નાખવામાં આવી હતી.કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતાઓએ રાકેશ ટàª
ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર જાહેર સભામાં ફેંકવામાં આવી કાળી શાહી  video
કર્ણાટકના બેંગલુરુમાં એક કાર્યક્રમમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકવામાં આવી છે. ટિકૈત એક મીટીંગમાં હાજર હતા જ્યાં લોકોએ એકબીજા ઉપર લાતો અને મુક્કાબાજી કરી હતી. આ દરમિયાન ટિકૈટ પર શાહી ફેંકવામાં આવી હતી. યુદ્ધવીર સિંહ પર પણ શાહી નાખવામાં આવી હતી.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતાઓએ રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પર કાળી શાહી ફેંકી હતી, ત્યારબાદ હંગામો શરૂ થયો હતો. વાસ્તવમાં, બંને ખેડૂત નેતાઓ એક પ્રાદેશિક ચેનલના સ્ટિંગ ઓપરેશનના વિડીયો પર સ્પષ્ટતા કરવા આવ્યા હતા, જેમાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખર પૈસા માંગતા પકડાયા હતા. રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ સ્પષ્ટતા કરવા આવ્યા હતા કે તેઓ આ મામલામાં સામેલ નથી અને છેતરપિંડી કરનાર ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખર સામે પગલાં લેવા જોઈએ.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક લોકોએ ઝઘડો શરૂ કર્યો અને તેમના પર કાળી શાહી ફેંકી હતી. આટલું જ નહીં, ખુરશીઓ પણ ફેંકવામાં આવી હતી. રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે, જે ખેડૂતોએ શાહી ફેંકી અને હંગામો મચાવ્યો તેઓ ચંદ્રશેખરના સમર્થક હતા. શાહી હુમલા બાદ રાકેશ ટિકૈતે રાજ્યની ભાજપ સરકાર પર કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેમણે કહ્યું કે, અહીં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી નથી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે. હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશને જણાવ્યું કે કાળી શાહી ફેંકવા બદલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 
વળી, કિસાન સભાના અધ્યક્ષ અવનીશ પવારે કહ્યું કે, જે પણ થયું તેની તપાસ થવી જોઈએ. કિસાન યુનિયનના જનરલ સેક્રેટરી સવિત મલિકે કહ્યું કે, ખેડૂતો પર લાઠીચાર્જ પણ થયો છે, અમે શાહીથી ડરતા નથી. મહત્વનું છે કે, ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત રાષ્ટ્રીય રાજધાનીના ગાઝીપુર બોર્ડર પર એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન મોખરે રહ્યા હતા. વળી, હવે BKUની અંદર જ આંતરિક ઝઘડાઓ શરૂ થઇ ગયા છે. આ યુનિયનમાં એકબીજામાં અંતર જોવા મળી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.