ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપની સંસદીય બોર્ડની બેઠક શરુ; નરેન્દ્ર મોદી પણ હાજર, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર લાગશે મહોર

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી તરફથી થોડીવારમાં મોટી જાહેરાત થઈ શકે છે. પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. તેમના સિવાય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ બેઠકમાં હાજર છે.આ બેઠકમાં NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારના નામ પàª
02:57 PM Jun 21, 2022 IST | Vipul Pandya
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી તરફથી થોડીવારમાં મોટી જાહેરાત થઈ શકે છે. પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. તેમના સિવાય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ બેઠકમાં હાજર છે.
આ બેઠકમાં NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારના નામ પર મહોર લાગી શકે છે. ઘણા દિવસોથી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઘણી પાર્ટીઓ સાથે વાત કરી રહ્યા હતા. સર્વસંમતિ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ વાત કરવામાં આવી હતી. પરંતુ કોઈએ સમર્થનની ખાતરી આપી નથી.

બેઠક પહેલા વેંકૈયા નાયડુ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી સાથે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને મળ્યા હતા. ત્યારબાદ એવી અટકળો ચાલી રહી છે કે સત્તાધારી NDA  વેંકૈયા નાયડુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે.  નાયડુ સાથે અમિત શાહ, રાજનાથ સિંહ અને નડ્ડાની મુલાકાત એટલા માટે જરૂરી માનવામાં આવી રહી છે કારણ કે આજે બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મંથન થવાનું છે.
વિપક્ષે યશવંત સિન્હાને ઉમેદવાર બનાવ્યા
બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે આજે 19 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ વિરોધ પક્ષોના નેતાઓએ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે યશવંત સિંહાના નામને સમર્થન આપ્યું હતું. યશવંત સિંહા હવે 27 જૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નોમિનેશન ફાઈલ કરશે. 
18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ થવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. ચૂંટણી પંચે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ એનરોલમેન્ટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે.
Tags :
BJPBJPParliamentaryMeetingGujaratFirstIndiaPresidentialElectionPMNARENDRAMODIPresidentElectionPresidentElection2022
Next Article