Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિસાગરની 3 બેઠકોમાં પક્ષ વિરોધી કામ કરનારાઓને ગાંધીનગરનું તેડું

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને નવી સરકારની રચના બાદ પ્રદેશ ભાજપ એક્શન મોડમાં આવ્યું છે અને ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠક માટે પક્ષ વિરોધી કૃત્ય કરનાર ભાજપના હોદેદારોને પ્રદેશ ભાજપમાંથી તેડું આવતા આ પક્ષ હોદેદારો કમલમ  પહોંચ્યા છે.લુણાવાડા બેઠક ગુમાવીમહીસાગર જિલ્લાની 3 બેઠકમાંથી 2 બેઠક બાલાસિનોર અà
મહિસાગરની 3 બેઠકોમાં પક્ષ વિરોધી કામ કરનારાઓને ગાંધીનગરનું તેડું
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને નવી સરકારની રચના બાદ પ્રદેશ ભાજપ એક્શન મોડમાં આવ્યું છે અને ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠક માટે પક્ષ વિરોધી કૃત્ય કરનાર ભાજપના હોદેદારોને પ્રદેશ ભાજપમાંથી તેડું આવતા આ પક્ષ હોદેદારો કમલમ  પહોંચ્યા છે.
લુણાવાડા બેઠક ગુમાવી
મહીસાગર જિલ્લાની 3 બેઠકમાંથી 2 બેઠક બાલાસિનોર અને સંતરામપુર બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે લુણાવાડા બેઠક કૉંગ્રેસનો વિજય થયો છે. લુણાવાડા બેઠક પર ભારતીય જનતા પાર્ટી છોડી ભાજપના મહીસાગર જિલ્લાના પૂર્વ પ્રમુખ જે.પી.પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપને 2002 બાદ 2019ની પેટા ચૂંટણીમાં મળેલ લુણાવાડા  બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.
20થી વધારે હોદ્દેદારોને કમલમમાં બોલાવ્યા
લુણાવાડાના અપક્ષ ઉમેદવાર જે.પી. પટેલને જાહેરમાં મદદ કરનાર ભાજપના 46થી વધુ હોદેદારો અને કાર્યકરોને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા બદલ અગાઉ ભાજપ પક્ષમાંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુત્રો અનુસાર 20થી વધુ હોદ્દેદારને સાંભળવા માટે કમલમ ખાતે બોલવામાં આવ્યા છે. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડને પણ દિલ્હી ખાતે બોલવી પક્ષ વિરોધી કાર્ય બાબતે ખુલાસો માંગ્યો હોવાની ચર્ચાએ પણ સમગ્ર મહીસાગર જિલ્લામાં તેમજ જિલ્લા ભાજપમાં  ચર્ચાનો મુદ્દો બનતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.
ખુલાસો માંગવા બોલાવ્યા
સુત્રો અનુસાર મહીસાગર જિલ્લાની જીત મેળવેલી બે વિધાનસભા બેઠકો જેમાં બાલાસિનોર વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક, જિલ્લા મહામંત્રી જયેન્દ્ર બારોટ, તાલુકા મહામંત્રી નવનીત પટેલ તેમજ સંતરામપુર વિધાનસભા બેઠક પર પૂર્વ કડાણા તાલુકા પંચાયત પ્રમુખ વાઘાભાઈ કાળુભાઇ ડામોર, પૂર્વ યુવા મોરચા પ્રમુખ રણછોડ ડામોર  સહિત 14 જેટલા અગ્રણીઓને કમલમ ખાતે ખુલાસા માટે બોલાવવામાં આવ્યા છે તો 17 વર્ષ બાદ પેટાચુંટણીમાં ભાજપે કબજે કરેલ લુણાવાડા વિધાનસભા બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે તે બેઠક પર ગત ચુંટણીના ઉમેદવાર મનોજ પટેલ,પૂર્વ ધારાસભ્યના પુત્ર ગજેન્દ્ર માલીવાડ, યુવા મોરચા મહામંત્રી જયદેવસિંહ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજય બારિયા,ડેરી ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ, હસમુખ પટેલ સહિતના આગેવાનોની  પક્ષ વિરોધી કૃત્યની રજૂઆતો અંગે ખુલાસાઓ માંગવા બોલાવ્યા હોવાની ચર્ચાએ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.