Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

7 ટર્મથી ઝઘડિયા બેઠક ઉપર છોટુ વસાવા પાસેથી ભાજપે બેઠક છીનવી કમળ ખીલવ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) મતગણતરીમાં ઉમેદવારોના ભાવિ ધીરે -ધીરે ખૂલતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતું જેમાં ભરૂચ જિલ્લાની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત થતા વિજય સરઘસ સાથે સમર્થકો ઝૂમી ઊઠ્યા હતા અને પરાજિત થયેલા ઉમેદવારો વીલા મોડે મત ગણતરી સેન્ટર છોડી પરત ફરવાનો વારો આવ્યો હતો મત ગણતરી સ્થળેથી જ વિજેતા ઉમેદવારોના ભવ્ય વિજય સરઘસો નીકà
7 ટર્મથી ઝઘડિયા બેઠક ઉપર છોટુ વસાવા પાસેથી ભાજપે બેઠક છીનવી કમળ ખીલવ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) મતગણતરીમાં ઉમેદવારોના ભાવિ ધીરે -ધીરે ખૂલતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતું જેમાં ભરૂચ જિલ્લાની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત થતા વિજય સરઘસ સાથે સમર્થકો ઝૂમી ઊઠ્યા હતા અને પરાજિત થયેલા ઉમેદવારો વીલા મોડે મત ગણતરી સેન્ટર છોડી પરત ફરવાનો વારો આવ્યો હતો મત ગણતરી સ્થળેથી જ વિજેતા ઉમેદવારોના ભવ્ય વિજય સરઘસો નીકળ્યા હતા.
વહેલી સવારથી મતગણતરી શરૂ
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં આઠમી ડિસેમ્બરે વહેલી સવારથી જ મતગણતરીનો કે.જે પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો હતો પાંચે બેઠકના EVM મશીન રાઉન્ડ વાઇસ ખુલતાની સાથે જ ઉમેદવારોમાં પણ કહી ખુશી કહીં ગમ જેવો મહોલ સર્જાયો હતો પરંતુ બે કલાક બાદ મત ગણતરીમાં ભાજપના ઉમેદવારોના ભાવિ ઉજ્જવળ દેખાતાની સાથે જ ઉમેદવારોના સમર્થકોમાં પણ આનંદ છવાયો હતો અડધા ભાગની મત ગણતરી પૂર્ણ થતા જ મોટી લીડ ઉમેદવારોને મળે તેવી આશાઓ સાથે ઉમેદવારોએ મોટી લીડ મેળવીને જીત હાંસલ કરી હતી.
ભરૂચ બેઠક
ભરૂચ મત વિસ્તારની વાત કરવામાં આવે તો રમેશ મિસ્ત્રીને મત ગણતરીમાં 64,000 ઉપરાંતની મતોની લીડ મળતા તેઓના સમર્થકો જુમી ઉઠ્યા હતા સાથે જ ઉમેદવારોને સમર્થકોએ પણ આવકારી વિજય ઉત્સવ મનાવ્યો હતો અને વિજેતા ઉમેદવાર રમેશ મિસ્ત્રીને લોકોએ ફૂલહાર અર્પણ કરી તેઓની જીત બદલ મીઠાઈથી મોઢું મીઠું કરાવી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી ત્રણ ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા દુષ્યંતભાઈ પટેલને જેટલી લીડ મળતી હતી તેના કરતાં ડબલ લીડ ભરૂચ મત વિસ્તારમાંથી રમેશ મિસ્ત્રીને મળી છે.
અંકલેશ્વર બેઠક
અંકલેશ્વર મતવિસ્તાની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર સગા બે ભાઈ ભાજપ કોંગ્રેસમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને ભાજપમાંથી સતત પાંચમી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલ 40 હજાર મતની લીડ પ્રાપ્ત કરી પોતાના મોટાભાઈને પરાજિત કર્યા હતા અને સતત પાંચમી ટર્મ માટે ધારાસભ્ય નો તાજ પહેર્યો હોય જેના પગલે તેઓના સમર્થકોએ તેઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી ભવ્ય વિજય સરઘસ કાઢ્યુ હતું.
વાગરા બેઠક
વાગરા મત વિસ્તારની વાત કરવામાં આવે તો વાગરા મતવિસ્તારમાં આ વખતે કાંટે કી ટક્કર રહેશે તેવા અણસારો હતા પરંતુ શરૂઆતથી મત ગણતરીમાં ઉમેદવારો વચ્ચે રસાકસી રહ્યા બાદ અંત સુધીમાં સતત ત્રીજી માટે ઉમેદવારી કરનાર અરુણસિંહ રણા ૧૩૦૦૦ ઉપરાંત મતથી જીત હાંસલ કરતા વાગરા મત વિસ્તારમાં ફરી એકવાર કમળ ખીલ્યું હતું અને ભાજપે પોતાની બેઠક જાળવી રાખી છે.
જંબુસર બેઠક
જંબુસરમાં ગત ટર્મમાં કોંગ્રેસના સંજય સોલંકીએ અપક્ષ ઉમેદવારના કારણે ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી હતી અને તે જ કોંગ્રેસના ઉમેદવાર વર્તમાન ધારાસભ્યને રીપીટ કરવામાં આવતા તેમની સામે ભાજપમાંથી ડી.કે સ્વામીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા. જેના પગલે ડીકે સ્વામીએ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લીધી હોય તેમ 29 હજાર મતની લીડથી જીત હાંસલ કરી ભાજપનું કમળ ખીલવ્યુ હતું અને દેવકિશોર સ્વામીને તેઓના સમર્થકોએ આવકારી તેઓને ફૂલહાર અર્પણ કરી ભવ્ય વિજય સરઘસ કાઢી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઝઘડિયા બેઠક
સૌથી વધુ રસપ્રદ બેઠક ઝઘડિયા માનવામાં આવે છે આ બેઠક ઉપર સાત ટર્મથી છોટુ વસાવા રાજ કરી રહ્યા હતા અને તેમની સામે જ તેમના ચેલાઓ ભાજપ કોંગ્રેસમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને તેમાં સાત ટર્મથી રાજ કરી રહેલા છોટુ વસાવાને તેમનો ભાગ ચેલો અને ભાજપનો ઉમેદવાર રિતેશ વસાવા ભારે પડ્યો હોય તેમ ૨૫ હજાર ઉપરાંત મતની લીડથી છોટુ વસાવાને કારમી હાર અપાવી જીત હાંસલ કરતા ૩૫ વર્ષની છોટુ વસાવવાની કારકિર્દીને પૂરી કરી હોય તે મામલો ચર્ચાસ્પદ બની ગયો છે.
વિજય સરઘસ નિકળ્યા
ભરૂચ જિલ્લાની પાંચે બેઠકો ઉપર ભાજપના કમળો ખીલી ઉઠતા વિજેતા ઉમેદવારોએ ભવ્ય વિજય સરઘસ કાઢ્યા હતા ફટાકડાની વચ્ચે લોકો જૂમી ઉઠ્યા હતા અને સમર્થકો પણ મન મૂકીને જુમ્યા હતા. ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત એક સાથે પાંચ બેઠક માં ભાજપના કમળ ખીલ્યા હોય જેને લઇ કેસરિયો ભરૂચ જિલ્લામાં લહેરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.