સૌરવ ગાંગુલીની તરફેણ કરનાર મમતાને ભાજપનો જવાબ, કહ્યું- બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દો
સૌરવ ગાંગુલીને(Sourav Ganguli ) આઇસીસીની ચૂંટણી લડવાની મંજુરી આપવામાં આવે તેવી મમતા બેનર્જી( mamta benargee )ની માંગને લઇને ભાજપે મમતાને આકરો જવાબ આપ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને આ મામલે અપીલ કરી હતી. દીદી દ્વારા દાદાની આ તરફેણને લઇને ભાજપે મમતા પર પલટવાર કર્યો છે.. બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે જો મમતા ગાંગુલીની ભૂમિકાનો વિસ્તાર કરવàª
02:25 PM Oct 17, 2022 IST
|
Vipul Pandya
સૌરવ ગાંગુલીને(Sourav Ganguli ) આઇસીસીની ચૂંટણી લડવાની મંજુરી આપવામાં આવે તેવી મમતા બેનર્જી( mamta benargee )ની માંગને લઇને ભાજપે મમતાને આકરો જવાબ આપ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને આ મામલે અપીલ કરી હતી. દીદી દ્વારા દાદાની આ તરફેણને લઇને ભાજપે મમતા પર પલટવાર કર્યો છે.. બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે જો મમતા ગાંગુલીની ભૂમિકાનો વિસ્તાર કરવા માંગતા હોય તો ગાંગુલીને બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દે, મહત્વપૂર્ણ છે કે હાલ શાહરૂખ ખાન બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર છે.
પીએમ આ બાબતોથી દૂર રહે છેઃ શુભેન્દુ
શુભેન્દુ અધિકારીએ આ મામલે મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો . તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ શાહરૂખની જગ્યાએ સૌરવ ગાંગુલીને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ. જો તે ખરેખર સૌરવ ગાંગુલીની ભૂમિકાને વિસ્તારવા માંગતા હોવ તો તેમણે પહેલા આ પગલું ભરવું જોઈએ. અધિકારીએ કહ્યું કે રમતમાં રાજકારણ ન રમવું જોઈએ. તેમણે કહ્યું કે વડાપ્રધાન આ બાબતોથી દૂર રહે છે.
મમતાએ પીએમને આ અપીલ કરી હતી
મહત્વપૂર્ણ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું વડા પ્રધાનને અપીલ કરું છું કે સૌરવ ગાંગુલીને ICC ચૂંટણી લડવાની મંજૂરી આપો. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે ગાંગુલી લોકપ્રિય વ્યક્તિ છે, તેથી તેમની સાથે આવું વર્તન થઇ રહ્યું છે.. તેમણે કહ્યું હતું કે હું ભારત સરકારને અપીલ કરું છું કે નિર્ણય રાજકીય રીતે ન લેવાય,ક્રિકેટ અને રમતને ધ્યાનમાં રાખો. તેઓ કોઈ રાજકીય પક્ષના સભ્ય નથી..ઉલ્લેખનીય છે કે આ બધા વચ્ચે હવે સૌરવ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ પદ પર પાછા ફરી શકે છે.
Next Article