Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઇ ભાજપના પ્રહાર, કહ્યું ચીનથી મળતું હતું ફંડિંગ

રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ્ થઇ ચૂક્યું છે ત્યારે.. આના કારણોની વાત કરતા ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે..આ પહેલા તમને એ જણાવી દઇએ કે  ગૃહ મંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું..તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી ફંડીંગ થઇ રહ્યું હતું તેવી વાત કહી. સં
રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઇ ભાજપના પ્રહાર  કહ્યું ચીનથી મળતું હતું ફંડિંગ
રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ્ થઇ ચૂક્યું છે ત્યારે.. આના કારણોની વાત કરતા ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે..આ પહેલા તમને એ જણાવી દઇએ કે  ગૃહ મંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું..તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી ફંડીંગ થઇ રહ્યું હતું તેવી વાત કહી. 
સંબિત પાત્રાએ કહ્યું કે, દિવાળીના અવસર પર ગાંધી પરિવારનો ભ્રષ્ટાચાર ફરી ઉજાગર થયો છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધી પરિવાર સાથે જોડાયેલા બે એનજીઓ હતા અને ગૃહ મંત્રાલયે બંને પર પ્રતિબંધ મુકી દીધો છે. 
2020માં જે.પી.નડ્ડાએ ખુલાસો કર્યો હતો 
સંબિત પાત્રાએ કહ્યું રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઈને સાર્વજનિક ક્ષેત્રમાં ઘણા આરોપો લાગ્યા હતા અને ઘણા ખુલાસા થયા હતા. વર્ષ 2020માં જેપી નડ્ડાએ ખુલાસો કર્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન જેના ચેરપર્સન સોનિયા ગાંધી છે, તેણે ચીન પાસેથી 3 વખત દાન મેળવ્યું હતું. તે જ રીતે સરકારે રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ઉપર પણ  ચીન પાસેથી ફંડીંગ મેળવવાના આરોપ લગાવ્યા છે. 
અયોગ્ય રીતે પૈસા કમાતા લોકો પાસેથી મેળવ્યું દાન ?
પાત્રાએ કહ્યું કે ભાજપે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સંબિત પાત્રાએ દાવો કર્યો કે પીએમ રિલીફ ફંડના પૈસા જે આપત્તિના પીડિતો માટે હતા તે પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં જમા થતા હતા.એટલું જ નહીં ખોટી રીતે પૈસા કમાતા લોકો પાસેથી પણ દાન લેવામાં આવ્યું હતું અને તેમાં ઝાકિર નાઈક, મેહુલ ચોક્સી, રાણા કપૂર જેવા નામ સામેલ છે. તેમણે કહ્યું કે આ પ્રકારના એનજીઓ પર કાયદા અનુસાર પગલા લેવા બિલકુલ યોગ્ય જ છે. સંબિત પાત્રાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું કે અમે જોયું છે કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર છે. ત્યાં ત્યાં આ ભ્રષ્ટ પરિવાર છે. 
Advertisement
Tags :
Advertisement

.