ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીના કથિત શરાબ કૌંભાડમાં ભાજપે જાહેર કર્યો વધુ એક સ્ટિંગ વિડીયો

દિલ્હી સરકારની શરાબ નીતિમાં ભાજપે ગુરુવારે વધુ એક સ્ટિંગ વિડીયો જાહેર કરતાં રાજકારણ ગરમાયું છે.  ભાજપે દાવો કર્યો છે કે સ્ટિંગમાં જે વ્યક્તિ દેખાય છે તે કૌભાંડના આરોપી નંબર 9 અમિત અરોરા છે. ભાજપે કહ્યું છે કે આ વિડીયોથી કેજરીવાલ સરકારનો પર્દાફાશ કર્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ સ્ટિંગ ઓપરેશનનો વિડીયો બતાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું કૌભાંડ સ્ટિંગમાં બહાર  આવ્યુ
07:31 AM Sep 15, 2022 IST | Vipul Pandya
દિલ્હી સરકારની શરાબ નીતિમાં ભાજપે ગુરુવારે વધુ એક સ્ટિંગ વિડીયો જાહેર કરતાં રાજકારણ ગરમાયું છે.  ભાજપે દાવો કર્યો છે કે સ્ટિંગમાં જે વ્યક્તિ દેખાય છે તે કૌભાંડના આરોપી નંબર 9 અમિત અરોરા છે. ભાજપે કહ્યું છે કે આ વિડીયોથી કેજરીવાલ સરકારનો પર્દાફાશ કર્યો છે. 
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ સ્ટિંગ ઓપરેશનનો વિડીયો બતાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું કૌભાંડ સ્ટિંગમાં બહાર  આવ્યું છે. તે કૌભાંડમાં આરોપી નંબર-9 અમિત અરોરાએ સમગ્ર પોલ ખુલ્લી પાડી દીધી છે. કોની પાસેથી કેટલા રૂપિયા લીધા? કેવી રીતે કૌભાંડો થયા, બધું ખુલ્લું પડી ગયું છે. સમગ્ર પોલીસી કૌભાંડ માટે જ તૈયાર કરવામાં આવી હતી. અમિત અરોરા જણાવી રહ્યા છે કે કમિશનનો નિર્ણય સરકારે લીધો હતો. આટલું જ નહીં, ગોવા અને પંજાબની ચૂંટણીમાં દારૂ કૌભાંડના નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવતા કહ્યું કે, અરોરાએ કહ્યું છે કે લઘુત્તમ ફી 5-5 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. નાના ખેલાડીઓ ન આવી શકે તે માટે 5 કરોડ રાખવામાં આવ્યા હતા. જ્યારે આ નીતિ એ આધાર પર બનાવવામાં આવી છે કે નાના વેપારીઓને પણ કામ કરવાની તક મળે. આ પોલિસી અન્ય રાજ્યોમાં એવી રીતે લાવવામાં આવે છે કે નાના વેપારીઓને પણ તક મળે અને સ્પર્ધા થાય.
આ પહેલા 5 સપ્ટેમ્બરે પણ ભાજપે એક સ્ટિંગ વીડિયો જાહેર કર્યો હતો. બીજેપીએ દાવો કર્યો હતો કે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં આરોપી નંબર 13 સની મારવાહના પિતા કુલવિંદર મારવાહે ઈન્ટેલિજન્સ કેમેરા પર AAP સરકાર વતી કમિશન લેવાની વાત કરી છે. જોકે, દિલ્હીના આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ આ સ્ટિંગને મજાક ગણાવ્યું હતું. સીબીઆઈ દિલ્હી સરકારની દારૂની નીતિની તપાસ કરી રહી છે અને તેમાં મનીષ સિસોદિયા મુખ્ય આરોપી છે. સીબીઆઈએ હાલમાં જ સિસોદિયાના ઘર અને બેંક લોકરનું સર્ચ કરી હતી.

Tags :
BJPGujaratFirstliquorscamStingVideo
Next Article