ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ સાથે કરી મુલાકાત
તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા ભાજપે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે અને રાજ્યની જાણીતી હસ્તીઓને પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસ શરુ કરી દીધા છે. આ ક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હૈદરાબાદમાં પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ સાથે મુલાકાત કરી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસેની નોવોટેલ હોટલમાં નડ્ડા અને મિતાલી àª
Advertisement
તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા ભાજપે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે અને રાજ્યની જાણીતી હસ્તીઓને પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસ શરુ કરી દીધા છે. આ ક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હૈદરાબાદમાં પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ સાથે મુલાકાત કરી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસેની નોવોટેલ હોટલમાં નડ્ડા અને મિતાલી રાજે મળ્યાં હતા અને તેમણે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં રમતને અપાયેલા સમર્થનના મુદ્દે ચર્ચા કરી હતી.
નડ્ડા અને મિતાલી રાજની મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવાઈ રહી છે પરંતુ રાજકીય વર્તૂળમાં એવી ચર્ચા શરુ થઈ છે કે મિતાલીના ભાજપમાં જોડાવાનું ગ્રાઉન્ડ તૈયાર થયું છે અને તે માટે પહેલું પગલું ભરવામાં આવ્યું છે. આગામી ગમે ત્યારે મિતાલી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી શકે છે.
મિતાલીએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તે મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. મિતાલીએ 1999માં 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પદાર્પણ કર્યું હતું અને 39 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 23 વર્ષની કારકિર્દીમાં તેણે 232 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 50.68ની એવરેજથી 7805 રન ફટકાર્યા હતા. આ સિવાય મિતાલી 12 ટેસ્ટ મેચ પણ રમી ચૂકી છે. આમાં તેણે 19 ઇનિંગ્સમાં 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા હતા.
આ સાથે જ તેના નામે 89 ટી-20 ઈન્ટરનેશનલમાં 2364 રન છે. તેની એવરેજ 37.52ની રહી હતી. મિતાલીએ વન-ડેમાં પણ આઠ વિકેટ ઝડપી છે. મિતાલીના નામે વન ડેમાં સાત સદી અને 64 અર્ધસદી છે. આ સાથે જ ટેસ્ટમાં ભારત તરફથી બેવડી સદી ફટકારનારી તે એકમાત્ર મહિલા બેટ્સમેન છે. મિતાલીએ 2002માં ઈંગ્લેન્ડ સામે 214 રન ફટકાર્યા હતા. આ સાથે જ મહિલા ક્રિકેટમાં ટેસ્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરમાં તે બીજા ક્રમે છે. 39 વર્ષીય મિતાલીએ ટીમ ઇન્ડિયા માટે 10 હજારથી વધુ રન બનાવ્યા છે. તે ભારતીય ટીમ તરફથી છ વર્લ્ડ કપ રમી ચૂકી છે.
Advertisement