Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP નેતાએ CCTV વીડિયો ક્લિપ બતાવી, ચોથો આરોપી પકડાયો

હૈદરાબાદ ગેંગ રેપ કેસમાં હૈદરાબાદ પોલીસે દાવો કર્યો છે કે આરોપીઓમાંના એક AIMIM ધારાસભ્યના પુત્ર સામે પણ કોઈ પુરાવા મળ્યા નથી, જ્યારે TRS નેતા અને વક્ફ બોર્ડના પ્રમુખના પત્ર વિરુદ્ધ પુરાવા છે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે ગૃહમંત્રીનો પૌત્ર આ કેસમાં સંડોવાયેલ નથી. પોલીસે કાયદાકીય અભિપ્રાય પણ લીધોપોલીસે સગીર સાથે ગેંગરેપ કેસમાં ફરાર અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ ઘટનામાં સંડોવાયે
bjp નેતાએ cctv વીડિયો ક્લિપ બતાવી  ચોથો આરોપી પકડાયો
હૈદરાબાદ ગેંગ રેપ કેસમાં હૈદરાબાદ પોલીસે દાવો કર્યો છે કે આરોપીઓમાંના એક AIMIM ધારાસભ્યના પુત્ર સામે પણ કોઈ પુરાવા મળ્યા નથી, જ્યારે TRS નેતા અને વક્ફ બોર્ડના પ્રમુખના પત્ર વિરુદ્ધ પુરાવા છે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે ગૃહમંત્રીનો પૌત્ર આ કેસમાં સંડોવાયેલ નથી. 
પોલીસે કાયદાકીય અભિપ્રાય પણ લીધો
પોલીસે સગીર સાથે ગેંગરેપ કેસમાં ફરાર અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા કુલ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પોલીસ દ્વારા પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ઉમર ખાન (18 વર્ષ) અને અન્ય એક સગીર આરોપી ફરાર હતો. તેને પણ પોલીસે પકડી લીધો છે. આ સાથે જ પોલીસે ઘટના સાથે જોડાયેલા વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ પોલીસે કાયદાકીય અભિપ્રાય પણ લીધો છે. આ મુજબ, ગુનામાં સંડોવાયેલા સગીર આરોપીઓ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલાં બે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને સગીરોને તેમની સલામત કસ્ટડી માટે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો
હૈદરાબાદમાં એક કિશોરી પર સામૂહિક બળાત્કારના કેસમાં શનિવારે બે સગીરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ બે સગીરોમાં એક નેતાનો પુત્ર હોવાનું જણાવવામાં આવી રહ્યું હોવાથી વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરવા દબાણ વધાર્યું છે. રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે કારણ કે ભાજપે આરોપ લગાવ્યો હતો કે ટીઆરએસ નેતા અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી કેટી રામારાવે કહ્યું હતું કે કોઈને બક્ષવામાં આવશે નહીં તે પછી પોલીસે કાર્યવાહી કરી. 

પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વિડિયો ક્લિપ્સ અને ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા
પોલીસ કાર્યવાહીમાં વિલંબના વિરોધમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ મહાનિર્દેશકની કચેરી સામે દેખાવો કર્યા હતા. ભાજપના ધારાસભ્ય એમ રઘુનંદન રાવે એક પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વિડિયો ક્લિપ્સ અને ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા, જેમાં આરોપ લગાવ્યો કે તે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ધારાસભ્યના પુત્ર આ કેસમમાં સંડોવણી છે. રાવે કહ્યું, "પોલીસે કબૂલ્યું છે કે છોકરી સગીર છે અને તેના પર જાતીય હુમલો થયો છે. હવે તેઓએ જવાબ આપવો પડશે કે મર્સિડીઝની અંદર છોકરીની જાતીય સતામણી કોણ કરી રહ્યું હતું. શું તે MLAનો દીકરો છે કે નહીં? સગીર માટે સંમતિનો પ્રશ્ન ગ્રાહ નથી. શા માટે મર્સિડીઝમાં રહેનારાઓ પર POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવતો નથી?"
બે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓ કસ્ટડીમાં છે
પોલીસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પાંચ આરોપીઓમાંથી 18 વર્ષના યુવકની 3 જૂને ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં બે સગીર સહિત કુલ ચાર આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે,  પોલીસના જણાવ્યા અનુસાર, બંને સગીરોને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસે આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે. કેટલાક પ્રભાવશાળી નેતાઓના સંબંધીઓની કથિત સંડોવણી અંગેના મીડિયા અહેવાલોને ટાંકીને રાજ્ય ભાજપ પ્રમુખ અને સાંસદ બંદી સંજય કુમારે મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવને આ અંગે એક પત્ર પણ લખ્યો હતો.
વિરોધ પક્ષો રાજ્ય સરકાર પર દબાણ કરી રહ્યાં છે
આ સાથે વિપક્ષી પાર્ટીઓ અને મહિલા અધિકાર સંગઠનો રાજ્ય સરકાર પર દબાણ બનાવી રહ્યાં છે. ભાજપના નેતાઓએ પોલીસ મહાનિર્દેશક મહેન્દ્ર રેડ્ડીને એક મેમોરેન્ડમ આપીને તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી હતી. નોંધપાત્ર રીતે, AIMIM અને સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) વચ્ચે સારા રાજકીય સંબંધો છે. રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મલ્લુ રવિએ આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં હત્યા અને મહિલાઓની જાતીય સતામણીનાં કેસમાં વધારો થયો છે. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે કિશોરી 28 મેના રોજ પાર્ટી માટે પબમાં ગઈ હતી અને ત્રણ કિશોરો સહિત પાંચ લોકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.