Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ નેતાએ તાજમહેલના બંધ 22 રૂમને ખોલવા માટે કરી અરજી, આજે HCમાં થશે સુનાવણી

દુનિયામાં પ્રેમના ઉદાહરણ તરીકે પ્રખ્યાત તાજમહેલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સૌથી પહેલા અયોધ્યાના સંત પરમહંસ દાસે તાજમહેલને તેજોમહાલય કહ્યું અને તેની ભૂમિની પૂજા કરવાની જાહેરાત કરી. હવે અયોધ્યાના એક ભાજપ નેતાએ તાજમહેલના બંધ રૂમને ખોલવા માટે અરજી કરી છે.વારાણસીમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે તાજ પરનો વિવાદ પણ ઉગ્ર બન્યો છે. આગ્રામાં તાજમહેલના બંધ દરવાજા ખà«
ભાજપ નેતાએ તાજમહેલના બંધ 22 રૂમને ખોલવા માટે કરી અરજી  આજે hcમાં થશે સુનાવણી
દુનિયામાં પ્રેમના ઉદાહરણ તરીકે પ્રખ્યાત તાજમહેલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સૌથી પહેલા અયોધ્યાના સંત પરમહંસ દાસે તાજમહેલને તેજોમહાલય કહ્યું અને તેની ભૂમિની પૂજા કરવાની જાહેરાત કરી. હવે અયોધ્યાના એક ભાજપ નેતાએ તાજમહેલના બંધ રૂમને ખોલવા માટે અરજી કરી છે.
વારાણસીમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે તાજ પરનો વિવાદ પણ ઉગ્ર બન્યો છે. આગ્રામાં તાજમહેલના બંધ દરવાજા ખોલવાની અરજી પર આજે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી થશે. ભાજપના અયોધ્યા મીડિયા પ્રભારી ડૉ.રજનીશ સિંહે કોર્ટમાં અરજી કરી છે કે, તાજમહેલના 22 રૂમને ખોલવામાં આવે. જેથી કરીને તાજમહેલના 22 રૂમમાં બંધ રહસ્યો દુનિયા સમક્ષ ખુલી શકે. એડવોકેટ રુદ્ર વિક્રમ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સમૂહે દાવો કર્યો છે કે, તાજમહેલ એક જૂનું શિવ મંદિર છે જે 'તેજો મહાલય' તરીકે ઓળખાતું હતું અને આ વાતને ઘણા ઈતિહાસકારોએ પણ સમર્થન આપ્યું છે.
તાજેતરમાં અયોધ્યાના સંત પરમહંસ તાજમહેલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલે હાલ વાતાવરણ ગરમાયું છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં દાખલ કરાયેલી અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને આગ્રામાં તાજમહેલની અંદર 22 રૂમ ખોલવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી છે જેથી તે જાણી શકાય કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખો છપાયેલા છે કે નહીં. આ અરજી ભાજપના અયોધ્યા જિલ્લા મીડિયા પ્રભારી ડૉ. રજનીશ સિંહે દાખલ કરી છે. 
આ પહેલીવાર નથી કે, જ્યારે તાજમહેલને લઈને વિવાદ ઊભો થયો હોય. આ પહેલા પણ ઘણી વખત એવો દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલ મંદિરને તોડીને બનાવવામાં આવ્યો હતો. ASI પાસેથી મળેલી માહિતી અનુસાર, તાજમહેલના બંધ રૂમ મુખ્ય કબર અને જાસ્મીન ફ્લોરની નીચે બનાવવામાં આવ્યા છે. આ વર્ષોથી બંધ છે. જાસ્મિન ફ્લોર પર, યમુનાની બાજુના ભોંયરામાં નીચે જવા માટે બે જગ્યાએ સીડી બનાવવામાં આવી છે. તેમને ઉપર લોખંડની જાળી નાખીને બંધ કરી દેવામાં આવ્યા છે. 40 થી 45 વર્ષ પહેલા સીડી નીચે જવાનો રસ્તો ખુલ્લો હતો. ઈતિહાસકાર પ્રો. રાજકિશોર રાજેનું કહેવું છે કે જો આ રૂમો ખોલીને નિષ્પક્ષ તપાસ થાય તો કંઈક નવું રહસ્ય બહાર આવી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.