Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંદિરોમાં હનુમાન ચાલીસા વગાડવા માટે મફતમાં સ્પીકર મળશે, જાણો મહારાષ્ટ્રમાં કોણે કરી આવી જાહેરાત?

મુંબઈમાં મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરમાં વાાગતી અઝાન બંધ કરવાની મનસે નેતા રાજ ઠાકરેની માંગણીના કારણે જે વિવાદ શરુ થયો છે તેમાં હવે ભાજપ પણ જોડાયું છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા મોહિત કંબોજે મંદિરોના શિખર પર મફતમાં લાઉડસ્પીકર લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી ત્યાંથી હનુમાન ચાલીસા વગાડી શકાય.રાજ ઠાકરેની ચેતવણીમોહિત કંબોજે પણ મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાà
મંદિરોમાં હનુમાન ચાલીસા વગાડવા માટે મફતમાં સ્પીકર મળશે  જાણો મહારાષ્ટ્રમાં કોણે કરી આવી જાહેરાત
મુંબઈમાં મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરમાં વાાગતી અઝાન બંધ કરવાની મનસે નેતા રાજ ઠાકરેની માંગણીના કારણે જે વિવાદ શરુ થયો છે તેમાં હવે ભાજપ પણ જોડાયું છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા મોહિત કંબોજે મંદિરોના શિખર પર મફતમાં લાઉડસ્પીકર લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી ત્યાંથી હનુમાન ચાલીસા વગાડી શકાય.
રાજ ઠાકરેની ચેતવણી
મોહિત કંબોજે પણ મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેઓ મંદિરોને હનુમાન ચાલીસા વગાાડવા માટે મફત લાઉડસ્પીકર આપશે. ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે શિવાજી પાાર્કમાં આયોજીત એક કાર્યક્રમની અંદર રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી મોટા અવાજમાં વાગતા લાઉડસ્પીકર બંધ કરવાની માગ કરી છે. તેમણ ચેતવણી આપી હતી કે જો આમ નહીં કરવામાં આવે તો તેઓ મસ્જિદોની બહાર લાઉડસ્પીકર લગાવીને મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.
Advertisement


ટ્વિટ વડે જાહેરાત
ત્યારબાદ હવે ભાજપના નેતા મનોજ કંબોજે પણ આવી જ માગ કરી છે. ભાજપના સૌથી અમીર નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા  મોહિત કંબોજે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે ‘કોઈપણ વ્યક્તિ જે મંદિરમાં લાઉડસ્પીકર લગાવવા માંગે છે તેઓ અમારી પાસે મફતમાં માંગી શકે છે. બધા હિન્દુઓનો એક જ અવાજ હોવો જોઈએ! જય શ્રી રામ! હર હર મહાદેવ!’
ભૂતકાળમાં પણ વિવાદ થયા
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે તમામ રાજકીય પક્ષોને સૌહાર્દ અને ભાઇચારાને નુકસાન થાય તેવા નિવેદનો ન કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કંઇ પહેલી વખત નથી કે જ્યારે મસ્જિદોમાં વાગતી અઝાનને લઇને વિવાદ થયો હોય. ભૂતકાળમાં અઝાનના મોટા અવાજને લઈને વિવાદો ઉભા થયા છે. સિંગર સોનુ નિગમે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 
Tags :
Advertisement

.