ભાજપની રાજસ્થાનના રાજકારણ પર બાજ નજર, જાણો શું છે તૈયારી
રાજસ્થાન (Rajasthan)માં સત્તાધારી પાર્ટી કોંગ્રેસ (Congress)ની અંદર ઉભી થયેલી આફતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વલણ પર પણ સૌની નજર રહી છે. અશોક ગેહલોત (Ashok Gehlot) મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે કે સચિન પાયલોટ (Sachin Pilot) તેમનું સ્થાન લેશે કે કેમ તે અંગે અનિશ્ચિતતાના કારણે ઉભી થયેલી સ્થિતિ પર ભાજપ નજર રાખી રહ્યું છે. જો ગેહલોતના સ્થાને પાયલોટની નિમણૂંક કરવામાં આવે તો કોંગ્રેસ સરકારની સ્થિરતા જોખમમાં છે. જો ક
Advertisement
રાજસ્થાન (Rajasthan)માં સત્તાધારી પાર્ટી કોંગ્રેસ (Congress)ની અંદર ઉભી થયેલી આફતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વલણ પર પણ સૌની નજર રહી છે. અશોક ગેહલોત (Ashok Gehlot) મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે કે સચિન પાયલોટ (Sachin Pilot) તેમનું સ્થાન લેશે કે કેમ તે અંગે અનિશ્ચિતતાના કારણે ઉભી થયેલી સ્થિતિ પર ભાજપ નજર રાખી રહ્યું છે. જો ગેહલોતના સ્થાને પાયલોટની નિમણૂંક કરવામાં આવે તો કોંગ્રેસ સરકારની સ્થિરતા જોખમમાં છે. જો કે, ભાજપ હાલ રાજ્યની રાજકીય સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
અશોક ગેહલોત સીએમ તરીકે યથાવત રહે તેવી શક્યતા
બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ ગયા છે તેવું પણ જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોતે સીએમ પદ છોડવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે પાર્ટી હાઈકમાન્ડ નારાજ છે. પાર્ટી હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અન્ય વિકલ્પ શોધી રહી છે. મળતી માહિતી મુજબ મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહના નામ પર પાર્ટી વિચાર કરી રહી છે.
ભાજપની સ્થિતિ પર બાજ નજર
રાજસ્થાનની હાલની સ્થિતિ પર ભાજપ બાજ નજર રાખી રહ્યું છે. જો કે સુત્રોએ કહ્યું કે પાર્ટી 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર છે, પરંતુ જો આવી સ્થિતિ ઉભી થાય તો ભાજપ વહેલી ચૂંટણી માટે પણ તૈયાર છે. પક્ષ દ્વારા હાલ બૂથ સ્તર સુધી પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે અને આગળની પરિસ્થિતિ મુજબ પક્ષ યોગ્ય નિર્ણય લેશે.
પાયલોટના બળવામાં દોષનો ટોપલો ભાજપ પર ઢોળાયો હતો
ઉલ્લેખનીય છે કે 2020માં જ્યારે પાયલોટના નેતૃત્વમાં ધારાસભ્યોના જૂથે ગેહલોત વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે તેના માટે ભાજપને દોષી ઠેરવવામાં આવ્યો. ગેહલોતે આક્ષેપ કર્યો હતો કે પાયલોટ સહિત 19 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ધમકી આપી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ આ જૂથના સંપર્કમાં છે. જો કે ભાજપ અને પાયલોટ કેમ્પે આ વાતને નકારી કાઢી હતી. બાદમાં પાયલટ અને તેમના ધારાસભ્યો પરત ફર્યા હતા.
રાજસ્થાન સંકટ પર હાઇકમાન્ડને આજે રિપોર્ટ અપાશે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ પદ માટે અશોક ગેહલોતનું નામ નક્કી થયા બાદ રાજસ્થાન કોંગ્રેસમાં સીએમ પદ માટે ઘમાસાણ ચાલું થયું હતું. પક્ષના નિરીક્ષકો આજે પ્ક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને આ ઘટનાનો અહેવાલ આપી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.