Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં ભાજપની બે દિવસીય ચિંતન શિબિર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા શિબિરમાં

વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થઇ ચુક્યા છે. ગુજરાતમાં ભાજપ સરકાર સત્તા સ્થાને તાકી રહેવા અને વધુમાં વધુ સીટ પર કબજો મેળવવા સતત કાર્યકરમો કરી રહ્યા છે. 15મી વિધાનસભા માટે ત્રી પાંખીયો જંગ થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ તમામ સીટ પે ચૂંટણી લડશે એ નક્કી છે. ગુજરાતની 182 સીટ પર
07:17 AM May 15, 2022 IST | Vipul Pandya
વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થઇ ચુક્યા છે. ગુજરાતમાં ભાજપ સરકાર સત્તા સ્થાને તાકી રહેવા અને વધુમાં વધુ સીટ પર કબજો મેળવવા સતત કાર્યકરમો કરી રહ્યા છે. 15મી વિધાનસભા માટે ત્રી પાંખીયો જંગ થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ તમામ સીટ પે ચૂંટણી લડશે એ નક્કી છે. ગુજરાતની 182 સીટ પર ત્રણ પક્ષ ચૂંટણી લડશે ત્યારે આ ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 
વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પાર્ટી આજથી ચિંતન શિબિર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બે દિવસીય ચિંતન શિબિર યોજાઈ રહી છે. બેઠકમાં સરકાર અને સંગઠનની અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ચિંતન શિબિરમાં પહોંચ્યા હતા 
Tags :
AMITSHAHBhupendraPatelBJPChintanShibirCMCRPatilGujaratGujaratFirst
Next Article