Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ અમૃતકાળની ઉજવણીમાં વ્યસ્ત, મોંઘવારીની ચિંતા નથી; રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોંઘવારી મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. એક આંકડો રજૂ કરતા ભાજપ સરકારે અમૃતકાળની ઉજવણીમાં આનંદ વ્યક્ત કરતા ગૃહમાં કહ્યું કે દેશમાં મોંઘવારી નથી. રાહુલ ગાંધીએ મોંઘવારી અંગે ટ્વિટ કર્યું છે, જેમાં રાહુલ ગાંધીએ એ પણ જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થો સહિત ઈંધણમાં કેટલા ટકાનો વધારોદેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોàª
ભાજપ અમૃતકાળની ઉજવણીમાં વ્યસ્ત  મોંઘવારીની ચિંતા નથી  રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોંઘવારી મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. એક આંકડો રજૂ કરતા ભાજપ સરકારે અમૃતકાળની ઉજવણીમાં આનંદ વ્યક્ત કરતા ગૃહમાં કહ્યું કે દેશમાં મોંઘવારી નથી. 
રાહુલ ગાંધીએ મોંઘવારી અંગે ટ્વિટ કર્યું છે, જેમાં રાહુલ ગાંધીએ એ પણ જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થો સહિત ઈંધણમાં કેટલા ટકાનો વધારોદેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોંઘવારી અંગે કહ્યું છે કે અમે તેને 7 ટકાથી નીચે રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ.દેશમાં મોંઘવારીને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે અમૃતકાલની ઉજવણીમાં આનંદ મનાવતી ભાજપ સરકારે ગૃહમાં મોંધવારીની ચર્ચા કરી હતી.
અમૃતકાલની ઉજવણીમાં ભાજપ સરકારે ગૃહમાં કહ્યું કે દેશમાં મોંઘવારી નથી. રાહુલે આગળ લખ્યું કે સારું, તેઓ મોંઘવારી કેવી રીતે જોશે? અહંકારની આંખે પાટા બાંધીને, જેઓ 'ફ્રી ફંડ'માં દેશની મિલકત 'મિત્રો'ને વેચી રહ્યા છે. મન કી બાત દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 2 થી 15 ઓગસ્ટની વચ્ચે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલના ડીપીમાં ત્રિરંગો મૂકવાની અપીલ કરી હતી. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement

રાહુલ ગાંધીના ટ્વીટમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશની સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું, કે દેશમાં મોંધવારીએ માજા મૂકી છે, એક દિવસ પહેલા જ સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોંઘવારી અંગે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારતમાં મોંઘવારી સમગ્ર વિશ્વની સરખામણીમાં સારી સ્થિતિમાં છે. સરકારનો પ્રયાસ મોંઘવારી દરને 7 ટકાથી નીચે રાખવાનો છે અને સરકાર આમાં સફળ રહી છે. ભારતની તુલના પાકિસ્તાન, બાંગ્લાદેશ સાથે ન કરવી જોઈએ.
જો કે રાહુલ ગાંધીના ટ્વીટમાં વર્ષ 2019 અને વર્ષ 2022 વચ્ચે વધેલી મોંઘવારીનું પણ લિસ્ટ છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતનો ખોરાકજેમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિતની ખાદ્ય ચીજોના જૂના અને નવા ભાવ જણાવવામાં આવ્યા છે. આ સાથે કેટલા ટકા વધ્યા છે તે પણ જણાવવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.