ભાજપ કાર્યકર્તાએ બનાવ્યું PM મોદીનું મંદિર, વડાપ્રધાનને સમર્પિત કવિતા પણ મળી જોવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી આજે સમગ્ર દુનિયા જાણકાર છે. તેમની ભારતમાં લોકપ્રિયતાની જો વાત કરીએ તો, પુણેમાં એક શખ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી એટલા પ્રભાવિત થયા છે કે તેણે PM નું મંદિર બનાવી દીધું.મળી રહેલી માહિતી અનુસાર, મયુર મુંડે નામના 37 વર્ષીય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પુણેના ઔંધ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિરની સ્થાપના કરી છે. મયુર કહે છે કે, à
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી આજે સમગ્ર દુનિયા જાણકાર છે. તેમની ભારતમાં લોકપ્રિયતાની જો વાત કરીએ તો, પુણેમાં એક શખ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી એટલા પ્રભાવિત થયા છે કે તેણે PM નું મંદિર બનાવી દીધું.
મળી રહેલી માહિતી અનુસાર, મયુર મુંડે નામના 37 વર્ષીય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પુણેના ઔંધ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિરની સ્થાપના કરી છે. મયુર કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના અનેક કામો કર્યા છે. તેઓએ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે, તેથી જ મેં PMનું મંદિર બનાવ્યું છે. આ દરમિયાન PM એ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ, રામ મંદિર નિર્માણ અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે. મુંડેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રતિમાના નિર્માણ માટે જયપુરના લાલ માર્બલ અને 1.6 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. તેમણે કહ્યું કે, મંદિરમાં PM મોદીને સમર્પિત કવિતા પણ જોઈ શકાય છે. ભાજપ કાર્યકર મયુર મુંડે (37) પુણેમાં રહે છે. તેણે શહેરના ઔંધ વિસ્તારમાં રોડની બાજુમાં બનેલા પોતાના પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે. લગભગ 6 ફૂટ x 2.5 ફૂટ x 7.5 ફૂટ વિસ્તારવાળા આ મંદિરમાં PM મોદીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી INS અનુસાર મંદિરમાંથી વડાપ્રધાનની પ્રતિમા હટાવી દેવામાં આવી છે.
એવું નથી કે PM નું આ પહેલું મંદિર બનાવવામાં આવ્યું હોય. આ પહેલા તમિલનાડુંના એક ખેડૂતે પોતાના ખેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મંદિર બનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, તે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ જેવી કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત છે અને તેનો લાભ પણ મળ્યો છે. અહીંથી લગભગ 63 કિમી દૂર આવેલા ઈરાકુડી ગામમાં ખેડૂત પી શંકર (50)એ ગયા અઠવાડિયે મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તે દરરોજ સવારે આરતી પણ કરે છે અને મંત્રોનો પાઠ કરે છે. 50 વર્ષીય શંકર ત્રિચી જિલ્લાના ઇરાકુડી ગામના વતની છે. તેમણે પોતાના પૈસાથી વડાપ્રધાન માટે મંદિર બનાવ્યું હતું.
Advertisement