Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાવનગરની પૂર્વાનો જન્મ દિવસ બન્યો અંતિમ દિવસ, હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં મૃત્યુ

આજે કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં ભાવનગરની 3 આશસ્પદ યુવતીઓના મોત નીપજ્યા છે, ભાવનગરના દેસાઈનગર૨માં રહેતી કૃતિ બારડ,ઉર્વા બારડ કે જે પિતરાઈ બહેનો છે તેમજ તેની બહેનપણી પૂર્વા રામાનુજ કે જે સિહોર ખાતે રહે છે આ તમામ ગત 15 તારીખે ટ્રેઇન મારફતે કેદારનાથ જવા નીકળ્યાં હતાં, તેમની આ જર્ની તેમના જીવનની છેલ્લી સફર બની ગઇ હતી.કેદારનાથથી દર્શનાર્થીઓને દર્શન કરાવી પરત ફરતું હેલિકોપ્ટ
ભાવનગરની પૂર્વાનો જન્મ દિવસ બન્યો અંતિમ દિવસ  હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં મૃત્યુ
આજે કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં ભાવનગરની 3 આશસ્પદ યુવતીઓના મોત નીપજ્યા છે, ભાવનગરના દેસાઈનગર૨માં રહેતી કૃતિ બારડ,ઉર્વા બારડ કે જે પિતરાઈ બહેનો છે તેમજ તેની બહેનપણી પૂર્વા રામાનુજ કે જે સિહોર ખાતે રહે છે આ તમામ ગત 15 તારીખે ટ્રેઇન મારફતે કેદારનાથ જવા નીકળ્યાં હતાં, તેમની આ જર્ની તેમના જીવનની છેલ્લી સફર બની ગઇ હતી.

કેદારનાથથી દર્શનાર્થીઓને દર્શન કરાવી પરત ફરતું હેલિકોપ્ટર તૂટી પડ્યું
હેલિકોપ્ટર તૂટી પડતા તેમાં સવાર પાઇલોટ સહિત 7 લોકોના મોત.
મૃતકોમાં ભાવનગરની 3 યુવતીઓ પણ સમાવેશ.
કૃતિ બારડ નામની યુવતીનો જન્મદિવસ જ અંતિમ દિવસ બની ગયો
અધિકારીઓ ઘરે પહોંચ્યા,તમામ જરૂરી મદદ ની આપી ખાત્રી

ટ્રેઇન મારફતે કેદારનાથ જવા નીકળ્યા
આજે સવારે કેદારનાથથી 2 કિમિ દૂર પહાડીઓમાં ખરાબ વાતાવરણના કારણે 6 પેસેન્જરો અને પાઇલોટ સહિત 7 લોકો સાથે ઉડી રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી.જેમાં મૃતકોમાં ભાવનગરની 3 યુવતીઓનો સમાવેશ થાય છે. ભાવનગરના દેસાઈ નગર-૨માં રહેતી કૃતિ બારડ, ઉર્વા બારડ કે જે પિતરાઈ બહેનો છે, તેમજ તેની બહેનપણી પૂર્વા રામાનુજ કે જે ભાવનગરના સિહોર ખાતે રહે છે, 
ડાબેથી મૃતક ઉર્વી અને કૃતિની ફાઇલ તસવીર.

 તસ્વીરમાં ડાબેથી મૃતક ઉર્વી અને કૃતિ બારડ
આ તમામ ગત 15 તારીખે ટ્રેઇન મારફતે કેદારનાથ જવા નીકળ્યા હતાં. જેમાં આ ત્રણેય યુવતીઓ એ આજની ઉત્તર કાશીથી કેદારનાથથી હેલિકોપ્ટરમાં જઇ દર્શન કરી પરત ફરી હેલિકોપ્ટરમાં આવી રહ્યાં હતા ત્યારે કેદારનાથથી બે કિમિ દૂર ગરુડચટ્ટી ખાતે હેલિકોપ્ટર ખરાબ વાતાવરણના કારણે તૂટી પડ્યું હતું. જેમાં હેલિકોપ્ટરમાં સવાર 2 પાઇલોટ સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા. 
મૃતક પૂર્વાની ફાઇલ તસવીર.
જન્મદિવસ જ તેના જીવનનો અંતિમ દિવસ બની ગયો
જેમાં આ ત્રણ પૈકી બે ભાવનગર શહેરની યુવતીઓ જ્યારે એક સિહોરની યુવતીનો સમાવેશ થાય છે.ઉર્વા કે જે અમદાવાદ ખાતે આઇટી કંપની માં જોબ કરતી હતી જ્યારે કૃતિ એક શાળામાં શિક્ષક તરીકે જોબ કરતી હતી. આ બનાવની કરૂણતા કે જેમાં આજે કૃતિનો જન્મદિવસ હોય અને જેની હમણાં થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી, પણ કોને ખબર હતી કે  આજનો તેનો જન્મદિવસ જ તેના જીવનનો અંતિમ દિવસ બની જશે. આજે સવારે દર્શન કરી પરત ફરતા સમયે કૃતિએ પોતાના ઘરે વિડીયો કોલ પણ કર્યો હતો તે પરિવારજનો સાથેની અંતિમ વાત અને મુલાકાત હતી. 
સરકાર તરફથી તમામ જરૂરી મદદ અંગેની ખાત્રી 
નાયબ મામલતદાર-ભાવનગર જી કે વાળા એ જણાવ્યું કે આ દુર્ભાગ્યપૂર્વક દુર્ઘટનામાં ગુજરાતની યુવતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.તંત્ર પરિવારના પડખે છે. અમે શકય તમામ મદદ કરીશું.  આ ઘટનાને પગલે કલેકટરના આદેશ અનુસાર નાયબ મામલતદાર પણ યુવતીઓના ઘરે દોડી ગયા હતા અને  પરિવારને સાંત્વના પાઠવી હતી. સરકાર તરફથી તમામ જરૂરી મદદ અંગેની ખાત્રી આપી હતી. રાજ્ય સરકારે આ ત્રણેય મૃતકોના મૃતદેહોને પરિવાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી છે. 
Advertisement
Tags :
Advertisement

.