Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિમ્સટેક પ્રમુખ તેનજિન લેકફેલ કરશે ભારતની મુલાકાત

બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી પહેલ (BIMSTEC)ના મહાસચિવ તેનજિન લેકફેલ (Tenzin Lekphell) 22-25 ઓગસ્ટ 2022 સુધી ભારતની મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના સચિવ સૌરભ કુમાર અનુસાર તેઓ ભારના નિમંત્રણ પર ભારતની મુલાકાત કરી રહ્યાં છે. મહાસચિવ તેનજિન લેકફેલ સિનિયર ભારતીય અધિકારીઓની સાથે બિમ્સટેક સંગઠનને કેવું બનાવવામાં આવે અને બિમ્સટેક નેતાઓના જનાદેશને ધ્યાનમાં રાખીને સહયોગ વધારવà
બિમ્સટેક પ્રમુખ તેનજિન લેકફેલ કરશે ભારતની મુલાકાત
બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી પહેલ (BIMSTEC)ના મહાસચિવ તેનજિન લેકફેલ (Tenzin Lekphell) 22-25 ઓગસ્ટ 2022 સુધી ભારતની મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના સચિવ સૌરભ કુમાર અનુસાર તેઓ ભારના નિમંત્રણ પર ભારતની મુલાકાત કરી રહ્યાં છે. મહાસચિવ તેનજિન લેકફેલ સિનિયર ભારતીય અધિકારીઓની સાથે બિમ્સટેક સંગઠનને કેવું બનાવવામાં આવે અને બિમ્સટેક નેતાઓના જનાદેશને ધ્યાનમાં રાખીને સહયોગ વધારવા વિશે ચર્ચા કરશે.
BIMSTEC બંગાળની ખાડીના કિનારાના દેશોનું એક પૂર્ણ પ્રાદેશિક સંગઠન છે. શ્રીલંકામાં 3 માર્ચ 2022ના રોજ આયોજીત 5માં BIMSTEC શિખર સમ્મેલનમાં 7 બિમ્સટેક સભ્ય દેશો બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાંમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડના નેતાઓએ બિમ્સટેક ચાર્ટરને અપનાવ્યું. બંગાળની ખાડીના કિનારાના રાજ્યોનું એક પૂર્ણ પ્રાદેશિક સંગઠન છે. ભારતે આ નવનિર્મિત પ્રાદેશિક સંગઠનને ઝડપથી મજબૂત કરવા અને બિમ્સટેક સહયોગથી આગલના સ્તરે લઈ જવાના મહત્વ પર ભાર આપ્યો છે.
બિમ્સટેક (BIMSTEC) ભારતની બે મુખ્ય નીતિઓ નેબરહૂડ ફર્સ્ટ, એક્ટ ઈસ્ટને આગળ વધારવાની મંજુરી આપે છે. આ સમુહ ભારતના પૂર્વોત્તર રાજ્યોના આર્થિક વિકાસની તક પણ આપે છે. તેમણે બાંગ્લાદેશ અને મ્યાંમારના માધ્યમથી બંગાળની ખાડી ક્ષેત્રને જોડે છે. તે ભારતને તેના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવના પ્રસાર કારણ બંગાળની ખાડીને પરસ્પર દેશોમાં ચીનના પ્રભાવનો સામનો કરવાની મંજુરી આપે છે. બિમ્સટેક ભારત માટે પોતાના પાડોશીઓ સાથે જોડાવા એક નવું મંચ છે કારણ કે, દક્ષિણ એશિયાઈ પ્રાદિશીક સહયોગ સંગઠન (SAARC) ભારત અને પાકિસ્તાન વચ્ચે મતભેદોના કારણે નિષ્ક્રિય થઈ ગયું હતું.
Advertisement
Tags :
Advertisement

.