દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બિહાર ભાજપ કોર કમિટીની બેઠક, અમિત શાહ અને જે પી નડ્ડા હાજર
બિહારની રાજનીતિમાં આવેલા બદલાવ વચ્ચે ભાજપ આજે બેઠક કરી રહ્યું છે. જનતા દળ યુનાઈટેડ JDU એ NDAથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા દળ RJD સાથે બિહારમાં મહાગઠબંધન સરકારની રચના કર્યા પછી, બીજેપી હાઈકમાન્ડ પાર્ટીના રાજ્ય એકમના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યું છે. આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ àª
બિહારની રાજનીતિમાં આવેલા બદલાવ વચ્ચે ભાજપ આજે બેઠક કરી રહ્યું છે. જનતા દળ યુનાઈટેડ JDU એ NDAથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા દળ RJD સાથે બિહારમાં મહાગઠબંધન સરકારની રચના કર્યા પછી, બીજેપી હાઈકમાન્ડ પાર્ટીના રાજ્ય એકમના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યું છે. આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સિવાય બિહાર બીજેપીના તમામ અગ્રણી નેતાઓ હાજર છે.
આ બેઠકમાં સમ્રાટ ચૌધરી, ભીખુ ભાઈ દલસાણિયા, શાહનવાઝ હુસૈન, સુશીલ મોદી, અશ્વિની ચૌબે, મંગલ પાંડે, જનક રામ, કિશોર યાદવ, રવિશંકર પ્રસાદ, નિત્યાનંદ રાય, રાધા મોહન સિંહ, સંજય જયસ્વાલ, રેણુ દેવી અને તાર કિશોર પ્રસાદ હાજર છે. આ બેઠકમાં વિપક્ષની ભૂમિકા અને તેમના દ્વારા ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ, બિહાર બીજેપીના નવા પ્રમુખની પસંદગી, વિધાનસભા અને વિધાન પરિષદમાં LOP અને પક્ષના વડાની પસંદગી અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. પાર્ટીના નેતાઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની ભાવિ રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.
બિહાર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે જ પોતાના કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. તેમની મંત્રી પરિષદમાં 31 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી મોટાભાગના સભ્યો આરજેડીના છે. બેઠક પહેલા ભાજપના મીડિયા વિભાગના રાષ્ટ્રીય સહ-પ્રભારી સંજય મયુખે કહ્યું હતું કે, "બિહારમાં જંગલ રાજ-2 પાછું ફર્યું છે. જ્યાં સુધી ભાજપની વાત છે, અમે લોકોનો અવાજ અને તેમના મુદ્દાઓને રસ્તાથી લઈને વિધાનસભા સુધી પહોંચાડીશું.
મુખ્યમંત્રી નીતીશ કુમારે 9 ઓગસ્ટના રોજ એનડીએ સાથે ગઠબંધન તોડ્યા બાદ બિહાર ભાજપની પાર્ટીના ટોચના નેતૃત્વ સાથેની આ પ્રથમ બેઠક છે. નીતિશ કુમારના નેતૃત્વમાં બનેલી નવી સરકારમાં આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
Advertisement