Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિહારમાં દારૂબંધીના કાયદામાં મોટા ફેરફારોને લીલી ઝંડી, વિધાનસભામાં દારૂબંધી સંશોધન બિલ પાસ

બુધવારે બિહારમાં દારૂબંધીના કાયદામાં મોટા ફેરફારોને વિધાનસભાની લીલી ઝંડી મળી ગઈ છે. વિધાનસભામાં દારૂબંધી સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું છે. આબકારી મંત્રી સુનિલ કુમારે ગૃહમાં દારૂ અને ઉત્પાદનોના પ્રતિબંધક સુધારા બિલ 2022 રજૂ કર્યા. નીતીશ કેબિનેટે આ સુધારાને પહેલા જ મંજૂરી આપી દીધી છે. સંશોધિત બિલ રાજ્યપાલને મોકલવામાં આવશે. જે બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે.javascript:nicTemp(); દારૂબંધીના àª
10:41 AM Mar 30, 2022 IST | Vipul Pandya

બુધવારે બિહારમાં
દારૂબંધીના કાયદામાં મોટા ફેરફારોને વિધાનસભાની લીલી ઝંડી મળી ગઈ છે. વિધાનસભામાં
દારૂબંધી સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું છે. આબકારી મંત્રી સુનિલ કુમારે ગૃહમાં
દારૂ અને ઉત્પાદનોના પ્રતિબંધક સુધારા બિલ
2022 રજૂ કર્યા. નીતીશ કેબિનેટે આ સુધારાને પહેલા જ મંજૂરી આપી દીધી
છે. સંશોધિત બિલ રાજ્યપાલને મોકલવામાં આવશે. જે બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે.

javascript:nicTemp();

દારૂબંધીના
કાયદામાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે પહેલીવાર દારૂ પીને પકડાયેલાને જેલ નહીં
જવું પડે. મેજિસ્ટ્રેટ દંડ સાથે છોડી શકે છે. જો તમે દંડ નહીં ભરો તો તમારે જેલમાં
જવું પડશે. પરંતુ જો વારંવાર દારૂ પીતા પકડાશે તો કડક કાર્યવાહી થઈ શકે છે. જોકે
દંડની રકમ હજુ નક્કી કરવામાં આવી નથી. સુધારેલા કાયદામાં અન્ય શું જોગવાઈઓ હશે
, તેના નિયમો બનાવવામાં આવશે.


બિહાર સરકારને
દારૂબંધી કાયદા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી કેટલીક માર્ગદર્શિકા પણ મળી હતી. આ પછી
સરકારે કાયદામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં એપ્રિલ
2016માં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોને જેલમાં મોકલવાના આક્ષેપો થયા હતા.
સુધારા પર મંત્રી સુનીલ કુમાર કહે છે કે નિર્દોષોને હેરાન કરવામાં
આવશે નહીં પરંતુ દોષિતોને છોડવામાં આવશે નહીં. જો વારંવાર પકડાશે તો જેલ જવું
પડશે. તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા બાદ સુધારો કરવામાં આવ્યો છે.

Tags :
GujaratFirst
Next Article