ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં ફરી સક્રિય થવાની કરી જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંકસમયમાં યોજાવાની છે. ત્યારે તમામ પક્ષો
મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે આજે ગુજરાતની રાજનીતિને લઈને એક મોટા સમાચાર સામે
આવ્યા છે. જી હાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આજે ફરી રાજકારણમાં સક્રિય થવાની
જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ ફરી સક્રીય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે.
બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં જાહેરાત કરી છે.
આ સાથે જ ફરી ચૂંટણી આવતાં રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી છે. આ
કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા પણ હાજર હતા. નોંધનીય છે કે, અગાઉ તેમણે રાજકારણમાંથી
બ્રેક લીધો હતો.
ભરતસિંહ સોલંકીના રાજકરણમાં સક્રિય થવાની જાહેરાત કરાયા બાદ આ મામલે
પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભરતસિંહ સોલંકી પાર્ટીના
સિનિયર નેતા છે. તેમણે જાતે જ રાજકારણમાં બ્રેક લીધું હતું. તેઓ અમારા સિનિયર નેતા
છે. રાજકારણમાં સક્રિય રહે તે પાર્ટી માટે ફાયદાકારક છે. પાર્ટીએ ક્યારેય એમને
રાજકારણથી દૂર થવા નહોતું કીધું.