Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારે પેટ્રોલમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં રૂ.7 નો કર્યો ઘટાડો, ગેસમાં પણ રૂ.200ની રાહત

સામાન્ય જનતાને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ.8 અને રૂ.6નો ઘટાડો કર્યો છે. આ પછી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારàª
સરકારે પેટ્રોલમાં 9 5 રૂપિયા અને ડીઝલમાં રૂ 7 નો
કર્યો ઘટાડો  ગેસમાં પણ રૂ 200ની રાહત

સામાન્ય જનતાને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે
શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ.
8 અને રૂ.6નો ઘટાડો કર્યો છે.
આ પછી પેટ્રોલની કિંમતમાં
9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ
લીટરનો ઘટાડો થશે. લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની
એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા
સીતારમણે કહ્યું કે
, અમે
પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર
8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા છીએ. જેના કારણે
પેટ્રોલની કિંમત
9.5 રૂપિયા પ્રતિ લીટર
અને ડીઝલની કિંમત
7 રૂપિયા છે.

Advertisement


આ સિવાય કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા
યોજનાના
9 કરોડથી વધુ
લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ
200 રૂપિયા (12 સિલિન્ડર સુધી) સબસિડી આપવાની જાહેરાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આનાથી આપણી માતાઓ અને બહેનોને મદદ મળશે.દેશમાં
સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં રૂ.
123.46 પ્રતિ લિટર હતું, જ્યારે આંધ્ર
પ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ રૂ.
107.61 પ્રતિ લિટર હતું.
તે જ સમયે
, પોર્ટ
બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ
91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લિટર હતું. રાષ્ટ્રીય રાજધાની
દિલ્હીમાં પેટ્રોલની કિંમત
105.41 રૂપિયા પ્રતિ લીટર
અને ડીઝલની કિંમત આજે
96.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લિટર
અને ડીઝલ
104.77 રૂપિયાના ભાવે
વેચાઈ રહ્યું છે. જો કે હવે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ દેશભરમાં પેટ્રોલ અને
ડીઝલના ભાવમાં ઘટાડો થશે.


તમે તમારા શહેરમાં દરરોજ એક SMS દ્વારા પેટ્રોલ અને
ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (
IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો
રહેશે. તમારા શહેરનો
RSP કોડ જાણવા અહીં ક્લિક કરો. આંતરરાષ્ટ્રીય બજારમાં
ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ
નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ
, ભારત
પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની
પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

Tags :
Advertisement

.