Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સમાજના તમામ વર્ગના વ્યક્તિઓ સાથે સૌથી મોટી ચર્ચા, ગુજરાત ફર્સ્ટે નિભાવી સામાજીક જવાબદારી

ગુજરાત ફર્સ્ટે નિભાવી સામાજીક જવાબદારીગુજરાત ફર્સ્ટની ઝુંબેશ સાર્થક થઈનિર્દોષ ધૈર્યને ન્યાય મળ્યો, સમાજની આંખ ઉઘાડવાનો ગુજરાત ફર્સ્ટનો અભિગમગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાં એક માસૂમ દીકરીની બલિ ચઢાવવાના કાળજું કંપાવી દેતી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત ફર્સ્ટના સતત 48 કલાકના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ગુજરાત ફર્સ્ટે પોતાની
01:08 PM Oct 13, 2022 IST | Vipul Pandya
  • ગુજરાત ફર્સ્ટે નિભાવી સામાજીક જવાબદારી
  • ગુજરાત ફર્સ્ટની ઝુંબેશ સાર્થક થઈ
  • નિર્દોષ ધૈર્યને ન્યાય મળ્યો, સમાજની આંખ ઉઘાડવાનો ગુજરાત ફર્સ્ટનો અભિગમ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાં એક માસૂમ દીકરીની બલિ ચઢાવવાના કાળજું કંપાવી દેતી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત ફર્સ્ટના સતત 48 કલાકના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ગુજરાત ફર્સ્ટે પોતાની સામાજીક જવાબદારી નિભાવી જે સાર્થક થઈ છે. સમાજની આંખ ઉઘાડવાનો ગુજરાત ફર્સ્ટનો અભિગમ છે ત્યારે સમાજના તમામ વર્ગના લોકોની સાથે સૌથી મોટી ચર્ચા કરવામાં આવી જેમાં સૌ નિષ્ણાતોએ આ ઘટનાની નિંદા કરી જવાબદારો સામે કાર્યવાહી થાય અને આવી ઘટના આપણા સમાજમાં અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ. તેમજ તમામ લોકોએ ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેટિવ રિપોર્ટની સરાહના કરી હતી.
કિંજલ દેસાઈ-મહિલા આગેવાન
તમારી ચેનલે ઈન્વેસ્ટીગેટિવ રિપોર્ટિંગ કર્યું તે માટે આપની ચેનલનો ધન્યવાદ, આ કેસમાં જે લોકોએ હત્યા કરી તાંત્રિક વિધિ કરી તે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા કહેવાય. આજના યુગમાં આમાં ગરકાવ થવું અને દિકરીનો ભોગ લેવાય છે. ક્યાં સુધી દિકરીઓના આવી રીતે ભોગ લેવાશે. આ ઘટનાને અંજામ અપાય ત્યાં સુધી કોઈ કેમ કંઈ બોલ્યુ નહી?
નિકેતા ઠક્કર-મહિલા આગેવાન
તમે જે કાર્ય કર્યું તે ખુબ સારુ છે. અત્યારે 21મી સદીમાં જો આવું કોઈ વિચારે, સ્ત્રીઓની સુરક્ષા ઘરમાં જ નથી જ્યાં સુરક્ષાની વાત આવે ત્યાં કોમ્પ્રોમાઈઝ સ્ત્રીઓને જ કેમ કરે?  છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર પગલાં લેશે? એક મા તરીકે, દીકરી તરીકે આવા કિસ્સાઓ આવે ત્યારે અમારું હૃદય દ્રવી ઉઠે છે.
જૈમિની પટેલ-એડવોકેટ
આ ઘટના અલ્પનીય ઘટના છે. હું માનુ છું આવા કેસમાં તટસ્થ તપાસ થાય તો સચોટ કારણ પર પહોંચી શકાશે. આવી બાબતો પ્રિ-પ્લાન હોય છે. આમાં જવાબદાર મા પણ છે કારણે કે માએ અવાજ ના ઉઠાવ્યો ત્યારે દીકરીનો ભોગ લેવાયો.  આ કામને સપોર્ટ કરનારાને પણ દાખલારૂપ સજા થવી જોઈએ. સચોટ તપાસ થાય તો આવનારી પેઢીને આવા સમાચાર ભવિષ્યમાં નહીં મળે. સરકારી એજન્સી દ્વારા સચોટ તપાસ, ગુનેગારોને સજા, આરોપી છૂટવા ના જોઈએ.
રીના બ્રહ્મભટ્ટ-લેખિકા, પત્રકાર
ગુજરાત ફર્સ્ટને અભિનંદન. આ પ્રયાસ તમે અધૂરો ના છોડતા તમારા પ્રયાસોથી જો કોઈની મનસિકતામાં આ વસ્તુ પડેલી હોય તો દૂર થાય. આ અચાનક નથી બન્યું. ઘણાં મનોમંથન બાદ નિર્ણય લેવાયો છે. આની પાછળ માન્યતાઓ જવાબદાર છે. પુરાણો, વેદોમાં બલિનો ઉલ્લેખ છે પણ બલિદાનમાં વિશાળ ભાવના હોય છે પણ તેનો મતલબ એ નથી કે કોઈ જીવનો બાલિ ચડાવી દો. તેનો સારો અર્થ થાય છે. આવી ઘટનાઓમાં ક્યાંક વાંચ્યું હોય તેની અસર હોય છે. ઝારખંડમાં ડાકણપ્રથાને લીધે 1200 લોકોના જીવ ગયા હતા તેથી ત્યાની સરકારે અભ્યાસક્રમમાં આ માટે જાગૃતિ આવે તેવા પાઠ સામેલ કર્યાં હતા.
એન. કે. અમીન- નિવૃત્ત IPS અધિકારી
સૌથી પહેલા તમને અભિનંદન, સામાજીક મુદ્દા લઈને ઓછી ચેનલ આવે છે. માતા સાક્ષી પોલીસ સામે આપ પણ કોર્ટમાં શું આપશે તે શંકા છે. આમાં અંધશ્રદ્ધાની સાથે ઈન્ફ્લુઅન્સ કરનાર લોકો હોય છે. આ દંપત્તીને મેણાં ટોણાં મળતા હોય તેનું આ પરિણામ. આવી ઘટનાઓને સમાતર ધટનાની તપાસ કરી, આ પ્રકારના ગુના જીઓગ્રાફિકલ કંડિશનમાં જાય છે. વલસાડમાં વૃદ્ધો બફાટ કરતા હોય તો તેને ડાકણ કે વળગાડ ગણી મારી નાખે છે તેને ડવર કહે છે. કપરાડા વિસ્તારમાં આવી ઘટના બને છે. ગામના લોકો સાક્ષી પણ નથી થતાં અને છૂટી જાય છે. આવું કૃત્ય થયું છે તેને એન્ટિક્લોક નહી કરીએ પણ આવી ઘટના ઘટે નહી તેવા કરવા કાર્યો કરવાના છે. કોર્ટમાંફરે તેને સજા થાય તેવી જોગવાઈ કરી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે. અને લોકો આ કેસને પણ વાંચે તેવો પ્રયાસ કરવો જોઈએ. બાળકોને તૈયાર કરવાના છે આપણે અને કેવી રીતે બચવું તેવું પ્રયાસ કરવા જોઈએ
દીપેન રાવલ-જ્યોતિષાચાર્ય
ગુજરાત ફર્સ્ટની કામગીરી કરી ખૂબ સારી છે. બલિમાં નૈવેધ્ય હોય છે પણ માનવબલિમાં નિષેધ થઈ છે. તેથી આ ના થવું જોઈએ. નવરાત્રિમાં દેવીની ઉપાસના કરવામાં આવે છે પણ નિર્દયી લોકોને તે સરકારે છોડવા જોઈએ નહી અને કડકમાં કડક સજા આપો. પોતાના સ્વાર્થ ખાતર અન્યનું નુકસાન પહોંચાડો તેનાથી મોટો કોઈ ગુનો છે જ નહીં તેવું શાસ્ત્રોમાં લખ્યું છે.
રાજવી દેસાઈ-મહિલા આયોગના સભ્ય
ગુજરાત ફર્સ્ટે સામાજીક જવાબદારી નિભાવી અભિનંદન, સમાજમાં દિકરા દીકરીની સમાનતા સામાજીક સમાનતામાં વિવિધ ક્ષેત્રે દીકરીઓ  આગળ છે. આ તાંત્રિક આવા સમાધાન બતાવે છે તે ધ્રૂણાસ્પદ આમાં સામાજીક રીતે વિરોધ થવો જોઈએ જેથી ફરી આવું ના થાય તે માટે કડક સજા થાય. 9 મહિના જેના પેટમાં રાખીને જન્મ થાય. નવરાત્રિમાં એક શક્તિની હત્યા કરી જમીનમાં દાટી રાખવામાં આવી છે. બાદમાં અગ્નિસંસ્કાર થાય છે તે સામાજીક જાગૃતતાનો અભાવ, દિકરા દીકરી વચ્ચે ભેદ  ના હોવો જોઈએ. બે દીકરી હોય તેવા પરિવારને સરકાર બિરદાવે છે. દીકરી પણ માતા પિતાને સાચવે છે પણ નબળી માનસિકતા આ પ્રકારની ઘટના, હેલ્ધી મેન્ટાલીટીથી હેલ્ધી સમાજનું નિર્માણ થાય. 
નીપા સિંઘ-મિસીસ ઈન્ડિયા
ઘરના લોકો દ્વારા આવુ કાર્ય માનસિક વિકૃતિ દૂર થાય સપોર્ટ કરનારાઓને સજા, દીકરી સાથે જેવું થયું તેવી જ તેમને સજા, આવી ઘટના અને ધંધા બંધ થવા જોઈએ. મંદિરમાં જઈ દર્શન કરીએ એ પોઝિટિવિટી છે. શ્રદ્ધા પર અંધશ્રદ્ધા હાવી થઈ આ એક સમાજ માટે ખતરો છે. જેમ દીકરીને મારી તેમ ગુનેગારોને સજા થાય બધાએ મળીને વિરોધ કરવો જોઈએ. માતા પિતાની માનસિકતા પર નિર્ભર છે. શાળામાં ભણવા જાઓ ત્યારે તમે સિલેબસ ભણો છો કે મોરલ સાયન્સ પર ભાર કેમ નથી અપાતો? દેખીતી રીતે લાગતું નથી કે આ પરિવાર આવું કરે તેથી કમ્યુનિટી લિવિંગ  વિશે આજની પેઢીને ભણાવવું જોઈએ.  દીકરીએ જાતે ફાઈટ કરતા શીખવું જોઈએ.
દિવ્યા ડોડિયા
શ્રદ્ધા અપંગ થાય પછી અંધશ્રદ્ધાને પગ આવે છે. ફુલ જેવી બાળકી પર આવી વિધિ, તેણે ક્યારેય આવું નહીં વિચાર્યું હોય કે મારા પપ્પા મારી સાથે આવું કરશે.  હું તેને માણસ ગણતી નથી. આ સમાચાર આપણે કયા સમાજમાં જીવીએ છીએ તેના પર સવાલ ઉભા કરે છે. આ સમયમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી. આપણી પેઢી અંધશ્રધ્ધાને પ્રાધાન્ય આપે તેવી સિરીઝ જુએ છે જે આવી માનસિકતાને પ્રાધાન્ય આપે છે. દ્વારકામાં પણ એક મહિલામાં ડાકણ છે તેવું ગણી પરિવારજનોએ મારી નાખી. આવી અનેક ઘટના બને છે. જો ગુજરાત ફર્સ્ટની ટીમ ના પહોંચી હોત તો આ ઘટના સામે જ ના આવત, આપણા સંવાદદાતા વિનોદને ક્યારેય ભાવુક નથી જોયા, ધૈર્યા સાથે તેમનો કોઈ સંબંધ નહોતો પર આ સંતાન આપણા સમાજનું છે.
મીનાબેન પટેલ-સાયકોલોજીસ્ટ
આ ઘટના લાલબત્તી સમાન, માતા પિતાને લીધે બાળકોનું ખોવાઈ જવું ઘર છોડવું બને પણ આ તો દીકરીનું મોત લાલબતી સમાન કિસ્સો. આ ઝનૂન છે. અને આ ઝનૂનમાં દીકરી  પણ ના દેખાય. તાવ કે શરદી થાય તો ડૉક્ટર પાસે જઈએ તકલીફમાં કેમ તાંત્રિક પાસે જાય છે. આપણે આવા સમાજમાં જીવી રહ્યાં છીએ. તેને પુરૂષ સમોવડી કરવાની છે. આ સમાજની બ્લેક સાઈડ છે. માતા પિતા જ ગળું દાબે તો બહાના લોકો શું કરશે. આ દીકરીને દુધપીતી કરી દેવા જેવી પ્રથા જ થઈ છે.
ડૉ. કલરવ મિસ્ત્રી-મનોચિકિત્સક
શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પાતળી ભેદરેખા છે. આને અમારી ભાષામાં કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમ કહીએ છીએ તે વર્લ્ડ વાઈડ છે. આવી એક્ટિવિટી લાંબા ગાળાથી આયોજીત થતી હોય છે. તેમાં માતા-પિતાની માનસિકતા અને પરવરિશ ખુબ ભાગ ભજવે છે. માણસમાં ડરની નીતિથી માનસિકતા બદલી શકતા નથી પણ તેને ઈન્ફ્લુઅન્સ કરી શકીએ છીએ. માતા-પિતાની માનસિક સ્થિતિ મહત્વનો ભાગ ભજવે છે. આવા વ્યક્તિ બાળકોનું બેકગ્રાઉન્ડની અસર બાળકો પર થતી હોય છે. આ કૃત્ય કાળજું કંપાવી દેતી,  આ માનસિક સ્વસ્થ નથી. માનસિકરૂપે સ્વસ્થ અને તૈયાર હોવું ખુબ અગત્યનું છે. માતા પિતા માનસિક અસ્વસ્થ હોય તો તેઓ તાંત્રિક પાસે જાય છે. આ એક્ટિવિટિ વિશે આજુબાજુના લોકોને ખબર હશે જ. માાનસિક નબળા લોકોને ઈન્ફ્લુઅન્સ કરાય છે. માતા પિતાની માનસિક ગતિવિધ પર અંકુશ હોવો જરૂરી છે.
આ પણ વાંચો - જે દીકરીએ પિતાને અઢળક પ્રેમ કર્યો તે જ પિતા નિષ્ઠુર બન્યો...
Tags :
CrimeGujaratGujaratFirstHumansacrificeSuperstitionTalalaGir
Next Article