Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહાલી બ્લાસ્ટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય આરોપીની ધરપકડ

મોહાલીમાં બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી ટીમને બુધવારે એક મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી નિશાન સિંહની CIA એ ફરીદકોટ દ્વારા સરહદી ગામમાં કુલ્લામાં ધરપકડ કરી છે.મંગળવારે એક રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) લોન્ચર મળી આવ્યું હતું. મોહાલી પોલીસના એક નિવેદન અનુસાર, તમામ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેના કારણે 9 મેના રોજ લગભગ 7.45 વાગ્યે ઇન્ટેલ બિલ્ડિંગમાં વà
મોહાલી બ્લાસ્ટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા  મુખ્ય આરોપીની ધરપકડ
મોહાલીમાં બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી ટીમને બુધવારે એક મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી નિશાન સિંહની CIA એ ફરીદકોટ દ્વારા સરહદી ગામમાં કુલ્લામાં ધરપકડ કરી છે.
મંગળવારે એક રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) લોન્ચર મળી આવ્યું હતું. મોહાલી પોલીસના એક નિવેદન અનુસાર, તમામ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેના કારણે 9 મેના રોજ લગભગ 7.45 વાગ્યે ઇન્ટેલ બિલ્ડિંગમાં વિસ્ફોટમાં વપરાયેલા લોન્ચરને શોધવામાં સફળતા મળી હતી. મોહાલી બ્લાસ્ટ કેસમાં પોલીસે 11 લોકોની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસ દર્શાવે છે કે હુમલાખોરોનો હેતુ ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટરની પૂરી ઈમારતને ઉડાવી દેવાનો હતો. પરંતુ તેઓ તેમના ઉદ્દેશ્યમાં સફળ ન થઈ શક્યા. જોકે, આ કેસનો મુખ્ય આરોપી નિશાન સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. 
નિશાન ઉપર પહેલાથી જ ડ્રગ્સની દાણચોરી, સ્નેચિંગના એક ડઝનથી વધુ કેસ નોંધાયા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે નિશાન સિંહના પાકિસ્તાનમાં બેસી રિંડા સાથે સંબંધ છે. તેની સાથે વાતચીતના પુરાવા પણ સામે આવ્યા છે. સંબંધીઓ સ્પષ્ટપણે કંઈપણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતું હા તેમણે એ કીધુ કે, નિશાન ત્રણ દિવસથી ગાયબ હતો. ફરિદકોટ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CIA) ને ગુપ્ત માહિતી મળી હતી કે, મોહાલી બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી નિશાન સિંહના તાર જોડાઇ રહ્યા છે. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતુ અને આજે સવારે કુલ્લા ગામમાંથી તેની ધરપકડ કરી હતી. 
મહત્વનું છે કે, કુલ્લા ગામ ભારત-પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે. નિશાન સિંહ થોડા સમય પહેલા ફરીદકોટ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. થોડા જ સમયમાં તેની કડી આતંકવાદીઓ સાથે જોડાઈ ગઈ. આ ધરપકડ બાદ અન્ય ગુનેગારોની પણ ટૂંક સમયમાં ધરપકડ થાય તેવી શક્યતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે ગ્રેનેડથી ગુપ્તચર વિભાગ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે રશિયન બનાવટનું હતું. તેનો ઉપયોગ મોટાભાગે જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓ અને તાલિબાન દ્વારા કરવામાં આવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ગ્રેનેડ પાકિસ્તાનમાંથી જ આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.