Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રામનવમી પર JNUમાં મોટો હંગામો, માંસાહારી ખોરાકને લઈને ABVP અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રામ નવમીના દિવસે ભારે હંગામો થયો હતો. રવિવારે કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થીઓ અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ડાબેરી પાંખના વિદ્યાર્થીઓએ એબીવીપીના કાર્યકરો પર તેમને નોન-વેજ ખાવાથી રોકવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે એબીવીપીના કાર્યકરોએ ડાબેરી વિદ્યાર્થીઓ પર તેમને હોસ્ટેલમાં પૂજા કરતા રોકવાનો આરોપ
04:40 PM Apr 10, 2022 IST | Vipul Pandya

જવાહરલાલ નેહરુ
યુનિવર્સિટી (
JNU)માં રામ નવમીના દિવસે ભારે હંગામો થયો
હતો. રવિવારે કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થીઓ
અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ
હતી. ડાબેરી પાંખના વિદ્યાર્થીઓએ એબીવીપીના કાર્યકરો પર તેમને નોન-વેજ ખાવાથી રોકવાનો
આરોપ લગાવ્યો છે
, જ્યારે એબીવીપીના કાર્યકરોએ ડાબેરી
વિદ્યાર્થીઓ પર તેમને હોસ્ટેલમાં પૂજા કરતા રોકવાનો આરોપ લગાવ્યો છે.

javascript:nicTemp();

મળતી માહિતી મુજબ JNUની કાવેરી હોસ્ટેલમાં પૂર્વ
વિદ્યાર્થીઓ દ્વારા રામ નવમીની પૂજા કરવામાં આવી રહી હતી. જ્યારે
ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનો પૂજાને મંજૂરી
આપવા માંગતા ન હતા. જોકે
 પૂજા શાંતિપૂર્ણ રીતે ચાલી હતી ત્યારે પૂજા અટકાવી ન શકતા ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ માંસાહારી ખોરાક બંધ
કરવાનો મુદ્દો ઉઠાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે કાવેરી હોસ્ટેલના મેનુમાં નોન
વેજ અને વેજ બંને સામેલ છે. એબીવીપીના કાર્યકરો રવિવારે નોનવેજ ફૂડ બનાવવાનું અને
ખાવાનું બંધ કરી રહ્યા હતા. દરમિયાન
એબીવીપી કાર્યકરો અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.

javascript:nicTemp();

ડાબેરી
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે
ABVP કાર્યકર્તાઓએ તેમના નફરત અને વિભાજનકારી એજન્ડાના રાજકારણને લઈને
કાવેરી હોસ્ટેલમાં હિંસક વાતાવરણ બનાવ્યું છે. તેઓ મેસ કમિટીને ડિનર મેનુ બદલવા
અને મેસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓની સાથે ડાબેરી વિદ્યાર્થીઓ પર હુમલો કરવા દબાણ
કરી રહ્યા છે. મેનુમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ખોરાક છે.
વિદ્યાર્થીઓ તેમની પસંદગીનો કોઈપણ ખોરાક લઈ શકે છે.
પરંતુ એબીવીપીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ મેસના
કર્મચારીઓ સાથે પણ મારપીટ કરી હતી.


ડાબેરીઓએ બિનજરૂરી
હંગામો મચાવવાનો પ્રયાસ કર્યોઃ
ABVP

આ મામલે ABVPએ જણાવ્યું કે આજે રામનવમી નિમિત્તે
પૂજા અને હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જેએનયુના વિદ્યાર્થીઓ મોટી
સંખ્યામાં આવ્યા હતા. ત્યાં ડાબેરી વિદ્યાર્થીઓએ આવીને પૂજાને રોકવાનો પ્રયાસ
કર્યો અને તેમાં વિક્ષેપ પાડ્યો. આ સિવાય તેમણે ખોરાકના અધિકારને લઈને બિનજરૂરી
હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. ડાબેરીઓ મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે અસમાનતા અને
જ્ઞાતિ સફાઈનો પ્રયાસ કરી રહ્યા છે
, જેઓ પોતપોતાના તહેવારો શાંતિથી ઉજવી રહ્યા છે.

Tags :
GujaratFirstjnunonvegFoodRamnavmi
Next Article