Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી પુલ દુર્ઘટનામાં મોટો ખુલાસો, ટેક્નિકલ ડિગ્રી વગરના લોકોએ લીધો હતો કોન્ટ્રેક્ટ

પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડીગ્રી ધરાવતા નથીમેન્ટેનન્સ રિપેરીંગમાં માત્રને માત્ર પ્લેટફોર્મ જ બદલવામાં આવ્યા છેકોર્ટ સમક્ષ FSL રિપોર્ટ આપવામાં આવ્યોમોરબી પુલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) તપાસ પ્રક્રિયા તેજ થઈ છે ત્યારે આ મામલે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. દુર્ઘટનાની ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસથી ઝડપી તપાસ ચાલી રહી છે. મોરબી દુર્ઘટનાનો FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયà«
મોરબી પુલ દુર્ઘટનામાં મોટો ખુલાસો  ટેક્નિકલ ડિગ્રી વગરના લોકોએ લીધો હતો કોન્ટ્રેક્ટ
  • પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડીગ્રી ધરાવતા નથી
  • મેન્ટેનન્સ રિપેરીંગમાં માત્રને માત્ર પ્લેટફોર્મ જ બદલવામાં આવ્યા છે
  • કોર્ટ સમક્ષ FSL રિપોર્ટ આપવામાં આવ્યો
મોરબી પુલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) તપાસ પ્રક્રિયા તેજ થઈ છે ત્યારે આ મામલે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. દુર્ઘટનાની ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસથી ઝડપી તપાસ ચાલી રહી છે. મોરબી દુર્ઘટનાનો FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. FSL રિપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો તેમજ આ મામલે ફરિયાદી બનેલા PIએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે.
FSL રિપોર્ટમાં ખુલાસો
મોરબી દુર્ઘટનાની તપાસમાં FSLની ટીમ પણ જોડાઈ હતી. FSL રિપોર્ટમાં પુલ દુર્ઘટનાને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. FSL રિપોર્ટમાં જ્યાંથી કેબલ તુટ્યો ત્યાં કાટ લાગેલો હતો અને તેનાથી પુલ નબળો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ મેઈન્ટેનન્સ રિપેરિંગમાં માત્રને માત્ર પ્લેટફોર્મ જ બદલવામાં આવ્યા છે.
PIનું નિવેદન
મોરબી દુર્ઘટના મામલે મોરબી કોર્ટ સમક્ષ પોલીસ ઈન્સ્પેક્ટરે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2007 અને 2022માં ટેન્ડરિંગ પ્રક્રિયા હાધ ધરવામાં આવી હતી. ઓરેવા (Oreva) કંપનીએ રૂ. 29 લાખનો કોન્ટ્રાકટ આપ્યો હતો. પુલ પર આવનારા મુલાકાતીઓને લાઈફ જેકેટ આપવામાં આવ્યા નહોતા તથા પેટા કોન્ટ્રેક્ટ પૈકી 4 આરોપીઓ કોઈ પણ પ્રકારનું ટેક્નિકલ જ્ઞાન કે ડિગ્રી  ધરાવતા નહોતા અને તેમણે ટેક્નિકલ ટ્રેનિંગ પણ મેળવેલી નહોતી. બ્રિજના કેબલનું કામ પ્રોપર કરવામાં આવ્યું હોત તો આ ઘટના બની ના હોત.
4 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર
મોરબી દુર્ઘટના કેસમાં પોલીસે 9 પૈકી 4 આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યારે કોર્ટે 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.
પોલીસે કોર્ટ સમક્ષ રજુ કર્યાં રિમાન્ડના મુદ્દાઓ
  • વર્ષ 2007માં ઓરેવા કંપનીએ વિશ્વકર્મા ફેબ્રિકેશનને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો
  • તે સમયે પ્રકાશ પાસે એન્જિનિયરીંગની કોઇ લાયકાત ન હતી છતા કોન્ટ્રાક્ટ કઇ રીતે આપ્યો?
  • 2022માં દેવ પ્રકાશ ફેબ્રિકેશન કે જેનું સંચાલન પ્રકાશ પરમારના પુત્ર દેવાંગ કરતા હતા જે માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
  • લાયકાત વગરની વ્યક્તિઓને બ્રિજનું કામ કઇ રીતે સોંપાયું તેના પર તપાસ
  • બ્રિજ 2007માં તૈયાર કરાયો હતો ત્યારે એલ્યુમિનીયરની ત્રણ લેયર કરવામાં આવી હતી જે બાદ 2022માં ફરી એલ્યુમિનિયયમની ચાર લહેરનું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું આ સમયે જેના પર બ્રિજ ઉભો છે તેની ચકાસણી કેમ ન કરવામાં આવી?
  • ઓરેવા કંપની વતી દિપક પારેખ ફેબ્રિકેશન કંપની સાથે વાર્તાલાપ કરતો હતો અને મટીરીયલ્સની ખરીદી કરતા હતા ત્યારે કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ અપાયો તે તપાસનો વિષય
  • જે મટીરીયલ્સની ખરીદી કરાઇ હતી તેની ચકાસણી કરવામાં આવી હતી તે કેમ ?
  • કોઇપણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ખુલ્લો મુકતા પહેલા ગેરી (GERI) (ગેરી બ્રિજના ફિટનેસ આપતી સંસ્થા છે, વડોદરામાં છે)ની મંજૂરી લેવી પડે જે લેવામાં કેમ નથી આવી તેના પર તપાસ
આરોપીના વકીલની દલીલ
આ મામલે આરોપીના વકિલે દલીલ કરી હતી કે, પેટા કોન્ટ્રાકટને ઓરેવા કંપની જે કામ સોંપતિ તેજ કરવાનું હતું. પ્રકાશ પરમાર 2007માં કામ કર્યું હતું અત્યારે તેનો કોઈ રોલ નથી.
Advertisement
Tags :
Advertisement

.