Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રશાંત કિશોર મુદ્દે સોનિયા ગાંધીની કોર્ટમાં મોટી બેઠક, કોંગ્રેસ નેતાઓમાં મતભેદ

છેલ્લા ઘણા દિવસોથી પ્રશાંત કિશોરને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટી બેઠકો યોજાઈ રહી છે. ત્યારે હવે પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડવાને લઈને કોંગ્રેસ આજે નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લેવા માટે આજે એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે સોનિયા ગાંધીએ એક જૂથ બનાવવાનો નિર્ણ
10:57 AM Apr 25, 2022 IST | Vipul Pandya

છેલ્લા ઘણા દિવસોથી પ્રશાંત કિશોરને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.
પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટી બેઠકો યોજાઈ રહી છે. ત્યારે હવે
પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડવાને લઈને કોંગ્રેસ આજે નિર્ણય લઈ શકે છે. આ
નિર્ણય લેવા માટે આજે એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની
સ્થિતિ મજબૂત કરવા માટે સોનિયા ગાંધીએ એક જૂથ બનાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના
નેતા રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસમાં સામેલ થવા માટે પ્રશાંત કિશોર સાથેની બેઠક બાદ
આ વાત કહી. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ રાજકીય પડકારોનો સામનો કરવા માટે
એમ્પાવર્ડ એક્શન ગ્રુપ
2024 બનાવવાની વાત કરી છે. આ પછી સોનિયા
ગાંધીના
10 જનપથ સ્થિત નિવાસસ્થાને બેઠક યોજાઈ
રહી છે. આમાં જયરામ રમેશ
, એકે એન્ટની, પી. ચિદમ્બરમ અને કમલનાથ જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે.

javascript:nicTemp();

પ્રમુખ સોનિયા
ગાંધીએ કોંગ્રેસની સુધારણા માટે પ્રશાંત કિશોર દ્વારા આપવામાં આવેલા સૂચનોને
ધ્યાનમાં લેવા માટે એક સમિતિની રચના કરી છે. કમિટીએ સતત અનેક બેઠકો બાદ પોતાની
ભલામણો સોનિયા ગાંધીને સુપરત કરી છે અને હવે તેના પર વિચાર કરવા માટે એક બેઠક
યોજાઈ રહી છે. શુક્રવારે પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સોનિયા ગાંધીના
નિવાસસ્થાને ગયા અને રિપોર્ટ સોંપ્યો. પેનલના એક કોંગ્રેસી નેતાએ કહ્યું કે પ્રશાંત
કિશોરના સૂચનોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને હવે ભલામણો સોનિયા ગાંધીને
સોંપવામાં આવી છે.


હવે પ્રશાંત કિશોર
અંગે સોનિયા ગાંધી નિર્ણય લેશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોરને લઈને
આજે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. પીકે દ્વારા રચાયેલી પેનલમાં અંબિકા સોની
, પ્રિયંકા ગાંધી, જયરામ રમેશન, મુકુલ વાસનિક, પી. ચિદમ્બરમ અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ થાય છે. સૂત્રોનું
કહેવું છે કે કોંગ્રેસ પેનલનું કહેવું છે કે પીકેના મોટાભાગના સૂચનો વ્યવહારુ અને
ઉપયોગી છે. જો કે પીકેની ભૂમિકા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના મત અલગ છે. 
કોંગ્રેસના એક
નેતાએ કહ્યું
, આ વિચિત્ર સ્થિતિ છે કે પ્રશાંત કિશોર
ન તો
I-PACનો ભાગ છે કે ન તો પાર્ટીના ઔપચારિક
સભ્ય છે. જો કે તેઓ બંને સ્થળોએ જરૂરી છે. જો કે કેટલાક નેતાઓ એવા છે જેમણે પીકેના
ખુલ્લેઆમ વખાણ કર્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે તેમને બ્રાન્ડ કહ્યા છે
, જ્યારે વીરપ્પા મોઈલીનું કહેવું છે કે તેમનો વિરોધ કરનારા એ જ
નેતાઓ છે જેઓ કોંગ્રેસમાં સુધારા નથી ઈચ્છતા.

Tags :
CongressGujaratFirstPKPrashantKishorSoniaGandhi
Next Article