Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેબિનેટ બેઠકમાં સરકારનો મોટો નિર્ણય, જુનો જમીન રી-સર્વે થશે રદ્દ, નવેસરથી થશે જમીન રી-સર્વે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં બાદ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.નવેસરથી થશે જમીન રી-સર્વેકેબિનેટ બેઠકમાં જનો જમીન રી-સર્વે રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર હવે નવે સરથà
કેબિનેટ બેઠકમાં સરકારનો મોટો નિર્ણય  જુનો જમીન રી સર્વે થશે રદ્દ  નવેસરથી થશે જમીન રી સર્વે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં બાદ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.
નવેસરથી થશે જમીન રી-સર્વે
કેબિનેટ બેઠકમાં જનો જમીન રી-સર્વે રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર હવે નવે સરથી જમીન રી-સર્વે કરાવશે. જામનગર અને દેવભૂમિ દ્વારકાથી જમીન રી-સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.
જામનગર-દ્વારકાથી થશે શરૂઆત
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાંમ તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.
જુની એજન્સી સામે અનેક ફરિયાદ
જણાવી દઈએ કે, જુનો જમીન રી-સર્વે કરવા માટે સરકારે એક એજન્સીને કામ  સોંપ્યું હતું જે માટે રૂ. 700 કરોડ ચૂકવ્યા હોવાનો અંદાજ છે. જુના રી-સર્વેમાં અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશા બદલાય ગયા હતા, ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા. જે બાદ સરકારે નવેસર થી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.
અનેક સવાલો
અહીં સવાલ એ કે જૂની એજન્સીને જે રકમ ચૂકવીને જમીનનો સર્વે કરવામાં આવ્યો તે જનતાના નાણાનું શું? નવેસરથી સરકાર એજન્સી હાયર કરીને ફરી નાણાનો વ્યય કરશે. જૂની એજન્સી પાસેથી નાણાં વસુલવા ને લઈને કોઈ સ્પષ્ટતા નહિ.
અનેક અરજી
રાજ્યમાં ખેતીની જમીનોની પુનઃ માપણી કરાવેલ તે સંબંધમાં પ્રમોલેશન થયા પછી થયા પછી પણ ખેડૂતોની જમીનોની માપણીમાં ક્ષતિઓ સુધારવા માટે 1,67,664 અરજીઓ મળી છે. જે પૈકી 76,778 અરજીઓનો નિકાલ કરવાનો પણ બાકી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.