Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વચન પર ખરા ઉતર્યા ધામી, યુનિફોર્મ સિવિલ કોડ પર લીધો મોટો નિર્ણય

યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ (સમાન નાગરિક સંહિતા)ની જાહેરાત કરતા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગુરુવારે કહ્યું કે આવું કરનાર તે પ્રથમ રાજ્ય હશે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ કેબિનેટે સર્વસંમતિથી મંજૂર કર્યું છે કે આ સંબંધમાં વહેલી તકે એક સમિતિની રચના કરવામાં આવશે.મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, 'અમે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો નિર્ણય લીધો છે.' “à
વચન પર ખરા ઉતર્યા ધામી  યુનિફોર્મ સિવિલ કોડ પર લીધો મોટો નિર્ણય
યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ (સમાન નાગરિક સંહિતા)ની જાહેરાત કરતા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગુરુવારે કહ્યું કે આવું કરનાર તે પ્રથમ રાજ્ય હશે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ કેબિનેટે સર્વસંમતિથી મંજૂર કર્યું છે કે આ સંબંધમાં વહેલી તકે એક સમિતિની રચના કરવામાં આવશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, "અમે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો નિર્ણય લીધો છે." “રાજ્ય કેબિનેટે સર્વાનુમતે મંજૂર કર્યું હતું કે, નિષ્ણાતોની એક સમિતિ વહેલી તકે રચવામાં આવશે અને તે રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આવું કરનાર તે પ્રથમ રાજ્ય હશે." ધામીએ અગાઉ વચન આપ્યું હતું કે, જો ભારતીય જનતા પાર્ટી (BJP) ફરીથી સત્તામાં આવશે તો વિધાનસભાની ચૂંટણીઓ પછી પર્વતીય રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાના વહેલા અમલીકરણથી રાજ્યમાં બધા માટે સમાન અધિકારોને પ્રોત્સાહન મળશે.
ધામીએ પહાડી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જણાવ્યું હતું કે, "તે સામાજિક સંવાદિતાને વધારશે, લિંગ ન્યાયને પ્રોત્સાહન આપશે, મહિલા સશક્તિકરણને મજબૂત કરશે અને રાજ્યની અસાધારણ સાંસ્કૃતિક-આધ્યાત્મિક ઓળખ અને પર્યાવરણને સુરક્ષિત કરવામાં મદદ કરશે," તેમણે કહ્યું, "આ સમાન નાગરિક સંહિતા લગ્ન, છૂટાછેડા, જમીન-સંપત્તિ અને તમામ લોકો માટે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના, વારસા સંબંધી સમાન કાયદાઓ પ્રદાન કરશે."
Advertisement
Tags :
Advertisement

.