M S ધોનીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ, જાણો શું છે મામલો?
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીને સુપ્રીમ કોર્ટની નોટિસ મળી છે. આમ્રપાલી કેસમાં આ નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રૂપ કેસમાં શરૂ થયેલી મધ્યસ્થતાની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. મધ્યસ્થીનો આદેશ દિલ્હી હાઈકોર્ટે ધોનીની અરજી પર જ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધોની એક સમયે આમ્રપાલી ગ્રૂપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. જોકે, વર્ષ 2016માં તેણે આમ્રપાલી ગ્à
Advertisement

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીને સુપ્રીમ કોર્ટની નોટિસ મળી છે. આમ્રપાલી કેસમાં આ નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રૂપ કેસમાં શરૂ થયેલી મધ્યસ્થતાની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે. મધ્યસ્થીનો આદેશ દિલ્હી હાઈકોર્ટે ધોનીની અરજી પર જ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધોની એક સમયે આમ્રપાલી ગ્રૂપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. જોકે, વર્ષ 2016માં તેણે આમ્રપાલી ગ્રૂપથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને તેની 40 કરોડ રૂપિયાની ફી મેળવવાની માગ કરી હતી.
Advertisement
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત રીસીવરે ધોની સહિત 1800 લોકોને નોટિસ મોકલી હતી જેમણે આમ્રપાલી ગ્રૂપના અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં ઘર ખરીદ્યા છે. આ તમામને 15 દિવસમાં પૈસા જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી. ધોનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી કે આમ્રપાલીએ તેની ફી ચૂકવી નથી. તેમણે આ મામલે હાઈકોર્ટમાં આર્બિટ્રેશનની માંગણી કરી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે ધોનીને નોટિસ આપી છે.
ધોનીની અરજી બાદ આમ્રપાલી ગ્રૂપ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે ધોનીને નોટિસ પાઠવી છે. સાથે જ આર્બિટ્રેશનની કાર્યવાહી પર પણ સ્ટે આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતો વતી કહેવામાં આવ્યું છે કે ફંડની અછતને કારણે લોકોને ફ્લેટ નથી મળી શકતા, બીજી તરફ ધોનીએ 150 કરોડ રૂપિયાની માંગણી કરીને આ મામલો મધ્યસ્થતા સમિતિ પાસે લઈ ગયો છે.
જો મધ્યસ્થી સમિતિ આ મામલે ધોનીની તરફેણમાં આદેશ આપે છે તો આમ્રપાલીએ 150 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જેના કારણે ફ્લેટ ખરીદનારાઓને ફ્લેટ મેળવવામાં મુશ્કેલી પડશે. ધોની એક સમયે આમ્રપાલી ગ્રૂપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. જોકે, વર્ષ 2016માં તેણે આમ્રપાલી ગ્રૂપથી પોતાને અલગ કરી લીધા હતા. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી અને તેની ફી 40 કરોડ રૂપિયા મેળવવાની માંગ કરી હતી.
Advertisement