Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

શિક્ષકો માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર (State Govt) દ્વારા  શિક્ષકોની બદલી કેમ્પની (Teacher replacement campaign)તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની અરસ પરસ બદલીના કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે  કરી શિક્ષકોની કરાશે  આંતરીક  બદલી જિલ્લા આંતરીક બદલી 20-10-2022થી 29-10-22 સુધી યોજાશે. તો ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કો 20-11-202
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત  જાણો શું છે સમગ્ર કાર્યક્રમ
શિક્ષકો માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર (State Govt) દ્વારા  શિક્ષકોની બદલી કેમ્પની (Teacher replacement campaign)તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની અરસ પરસ બદલીના કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી છે. 

રાજ્ય સરકારે  કરી શિક્ષકોની કરાશે  આંતરીક  બદલી 
જિલ્લા આંતરીક બદલી 20-10-2022થી 29-10-22 સુધી યોજાશે. તો ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કો 20-11-2022એ યોજાશે. જ્યારે ઓનલાઈન બદલીનો બીજો તબક્કો 23-11-22થી થશે. તો જિલ્લા ફેર બદલી કેમ્પ 6-12-2022ના રોજ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકના જિલ્લા અરસ-પરસ બદલીના હુકમો કરવા માટે પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 31 માર્ચ 2022થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ મુખ્ય શિક્ષકોની અરજી ધ્યાને લેવાનું જણાવવામાં આવ્યું છે. 

સરકારે જાહેર કરેલાં કાર્યક્રમ 
20 ઓક્ટોબર 2022થી 29 ઓક્ટોબર 2022 સુધી વધ-ઘટ કેમ્પ
જિલ્લા આંતરિક બદલી બે તબક્કામાં યોજાશે. 
પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરૂ થઈ 20 નવેમ્બર સુધી ચાલશે.
બીજો તબક્કો 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી યોજાશે. 
ઉપરાંત જિલ્લા ફેરબદલી કેમ્પ 6 ડિસેમ્બરથી શરૂ થઈ 8 ડિસેમ્બર સુધી યોજશે.
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના તા.14/10/22ના ઠરાવથી સુધારા બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના તા 1/4/22 અને 14/10/22 ના બદલી ઠરાવની જોગવાઈઓને આધીન પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયકના વધ-ઘટ કેમ્પ, જિલ્લા આંતરીક અરસ-પરસ બદલી કેમ્પ, જિલ્લા આંતરીક ઓનલાઈન બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.