Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DMC એક્ટને લઈને મોટી જાહેરાત, 22 મેથી અમલમાં આવશે, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 22 મેથી અમલમાં આવશે. આ સાથે જ દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનો (ઉત્તર DMC, દક્ષિણ DMC અને પૂર્વ DMC) એક જ એન્ટિટીમાં મર્જ થઈ જશે. જે સંયુક્ત રીતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખાશે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જ્યાં સુધી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી તેની કમાન રાજકીય વ્યક્તિની જગ્
dmc એક્ટને લઈને મોટી જાહેરાત  22 મેથી અમલમાં આવશે  ગૃહ મંત્રાલયે
જાહેરનામું બહાર પાડ્યું

દિલ્હી મ્યુનિસિપલ
કોર્પોરેશન અધિનિયમ
22 મેથી અમલમાં આવશે. આ સાથે જ દિલ્હીની ત્રણેય
મ્યુનિસિપલ કોર્પોરેશનો (ઉત્તર
DMC, દક્ષિણ DMC અને પૂર્વ DMC) એક જ એન્ટિટીમાં મર્જ થઈ જશે. જે
સંયુક્ત રીતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખાશે. ગૃહ મંત્રાલયે આ અંગે એક
નોટિફિકેશન બહાર પાડ્યું છે. જ્યાં સુધી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી
નહીં થાય ત્યાં સુધી તેની કમાન રાજકીય વ્યક્તિની જગ્યાએ નોકરિયાતના હાથમાં રહેશે.
હવે ભારત સરકાર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરશે
,
જે કોર્પોરેશનના તમામ કાર્યોને નિભાવવા માટે જવાબદાર હશે.

Advertisement


રાજ્યસભામાં દિલ્હી
મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એમેન્ડમેન્ટ બિલનો જવાબ આપતી વખતે કેન્દ્રીય ગૃહ
મંત્રીએ જાહેરાત કરી હતી કે કોઈ પણ રાજકીય વ્યક્તિને દિલ્હી મ્યુનિસિપલ
કોર્પોરેશનનો પ્રશાસક બનાવવામાં આવશે નહીં. આ રીતે વહીવટદાર તરીકે એક અમલદાર
મહાનગરપાલિકાની કમાન સંભાળશે. પાંચ વર્ષ પહેલા ત્રણ મહાનગરપાલિકાના
272
વોર્ડની રચના વખતે અંદાજે 50 હજારની વસ્તીનો
સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં
સુધારા બિલમાં વોર્ડની સંખ્યા
272 થી ઘટાડીને મહત્તમ 250
કરી દીધી છે. 
કેન્દ્રીય ગૃહ
પ્રધાન અમિત શાહે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુમાં વધુ
250
વોર્ડ બનાવવાનો ઈરાદો જાહેર કરતાં જણાવ્યું હતું કે હાલમાં
દિલ્હીમાં લગભગ બે કરોડની વસ્તી છે અને તેને
250 વોર્ડમાં
વહેંચવામાં આવશે. તેથી એક વોર્ડમાં
80 હજારની વસ્તીનો સમાવેશ
કરવામાં આવશે.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement

.