RBIએ સતત 10મી વાર રેપોરેટ યથાવત્ રાખ્યો
Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (MPC Meeting Results) ની 51મી MPC બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામોની જાહેરાત કરતા સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das)કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ (Repo...
12:36 PM Oct 09, 2024 IST
|
Hiren Dave
Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (MPC Meeting Results) ની 51મી MPC બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામોની જાહેરાત કરતા સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das)કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ (Repo Rate)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI ન તો વધશે કે ઘટશે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પછી રેપો રેટ 6.50% પર રહેશે. જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% અને બેંક રેટ 6.75% પર સ્થિર રાખવામાં આવ્યો છે.