Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્તમાન મંત્રીમંડળના 20માંથી 19 મંત્રીઓ જીત્યા, સૌથી વધુ માર્જિનથી જીત્યા CM ભૂપેન્દ્રભાઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભૂપેન્દ્રભાઇના મંત્રીમંડળના 20 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી એકને છોડતા બાકી 19 મંત્રીઓએ જીત પ્રાપ્ત કરી છે. ચૂંટણી હારનાર મંત્રી કાંકરેજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનેલા કિર્તીસિંહ વાઘેલા છે. જે 4792 મતોથી હારી ગયા છે. બાકી તમામ મંત્રીઓએ જીત મેળવી છે. સીએમ ભૂપેન્દ્રભાઇએ સૌથી વધુ સરસાઇથી જીત મેળવી છે. ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર સીએમ ભૂપે
વર્તમાન મંત્રીમંડળના 20માંથી 19 મંત્રીઓ જીત્યા  સૌથી વધુ માર્જિનથી  જીત્યા cm ભૂપેન્દ્રભાઇ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભૂપેન્દ્રભાઇના મંત્રીમંડળના 20 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી એકને છોડતા બાકી 19 મંત્રીઓએ જીત પ્રાપ્ત કરી છે. ચૂંટણી હારનાર મંત્રી કાંકરેજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનેલા કિર્તીસિંહ વાઘેલા છે. જે 4792 મતોથી હારી ગયા છે. બાકી તમામ મંત્રીઓએ જીત મેળવી છે. સીએમ ભૂપેન્દ્રભાઇએ સૌથી વધુ સરસાઇથી જીત મેળવી છે. ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકે 1 લાખ 92 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. ચાલો જોઇએ તેમના મંત્રીમંડળમાંથી ચૂંટણી લડનાર મંત્રીઓ કઇ બેઠક પરથી ચૂંટણી લડ્યા..તેમને કેટલા મત મળ્યા અને તેઓ કેટલા મતોથી વિજયી બન્યા. 
 
ભૂપેન્દ્ર પટેલ 
 બેઠક                                 ઘાટલોડિયા 
કેટલા મત મળ્યા                    2,12,480
કેટલા મતોથી જીત્યા               1,92,263

જીતુભાઇ વાઘાણી 
બેઠક                                ભાવનગર પશ્ચિમ 
કેટલા મત મળ્યા                   85,188
કેટલા મતોથી જીત્યા              41,922
ઋષિકેશ પટેલ 
બેઠક                               વિસનગર 
કેટલા મત મળ્યા                 87,803
કેટલા મતોથી વિજયી           34572
પૂર્ણેશ મોદી  
બેઠક                             સુરત પશ્ચિમ 
કેટલા મત મળ્યા               1,22,886
કેટલા મતોથી વિજયી         1,04,637   
રાઘવજી પટેલ 
બેઠક                            જામનગર ગ્રામ્ય 
કેટલા મત મળ્યા               79,439 
કેટલા મતોથી વિજયી         47,500 
કનુભાઇ દેસાઇ 
બેઠક                            પારડી 
કેટલા મત મળ્યા              1,21,968 
કેટલા મતોથી વિજયી        97,164  
કિરીટસિંહ રાણા 
બેઠક                          લીંબડી 
કેટલા મત મળ્યા            80,391 
કેટલા મતોથી વિજયી      23003
નરેશ પટેલ 
બેઠક                          ગણદેવી 
કેટલા મત મળ્યા           1,31,116
કેટલા મતોથી વિજયી     93,166
અર્જુનસિંહ ચૌહાણ 
બેઠક                             મહેમદાબાદ 
કેટલા મત મળ્યા              1,08,541 
કેટલા મતોથી વિજયી         45,604
હર્ષ સંઘવી 
બેઠક                            મજુરા 
કેટલા મત મળ્યા              1,33,335 
કેટલા મતથી વિજયી        1,31,675 
 
જગદીશ પંચાલ 
બેઠક                          નિકોલ 
કેટલા મત મળ્યા           92,798
કેટલા મતોથી વિજયી    54496 
જીતુભાઇ ચૌધરી 
બેઠક                        કપરાડા 
કેટલા મત મળ્યા           90,999
કેટલા મતોથી વિજયી     32,968
મનિષા વકીલ     
બેઠક                            વડોદરા 
કેટલા મત મળ્યા              1,30,705 
કેટલા મતોથી વિજયી         98,597 
મુકેશ પટેલ 
બેઠક                       ઓલપાડ 
કેટલા મત મળ્યા         1,38,566 
કેટલા મતોથી વિજયી    85,826 
નિમિષા સુથાર
બેઠક                         મોરવાહડફ 
કેટલા મત મળ્યા           81,897
કેટલા મતોથી વિજયી     48,877
કુબેરભાઇ ડિંડોર 
બેઠક                          સંતરામપુર 
કેટલા મત મળ્યા            47,822
કેટલા મતોથી વિજયી      14,492 
ગજેન્દ્રસિંહ પરમાર 
બેઠક                         પ્રાંતિજ 
કેટલા મત મળ્યા           81,165
કેટલા મતોથી વિજયી     50,367 
વિનુ મોરડિયા 
બેઠક                        કતારગામ 
કેટલા મત મળ્યા           1,20,505 
કેટલા મતોથી વિજયી      64,627 
દેવાભાઇ માલમ 
 બેઠક                               કેશોદ 
 કેટલા મત મળ્યા               55,802 
 કેટલા મતોથી વિજયી        4208 
ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારમાં 25 મંત્રી હતા અને તેમાંથી પાંચ મંત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, અરવિંદ રૈયાણી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા અને સુરતની મહુવા સીટના ધારાસભ્ય અને મંત્રી રાઘવ મકવાણાનો સમાવેશ થાય છે.. 2022માં 20 મંત્રીને ફરીવાર ટિકિટ આપવામાં આવી હતી.

 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.