Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભુપેન્દ્ર દાદાની સરકાર લેશે શપથ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly elections) નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડી નાખ્યો છે. 156 સીટ જીતીને ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આવતીકાલે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતની નવી સરકારની શપથવિધિ યોજાવાની છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું રાજતિલક ભુપેન્દ્રભાઈ પટેલના શિરે લાગવાનું છે.  ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે અને સાથે જ તેમનું નવું પ્રધાનમંàª
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભુપેન્દ્ર દાદાની સરકાર લેશે શપથ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly elections) નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડી નાખ્યો છે. 156 સીટ જીતીને ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આવતીકાલે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતની નવી સરકારની શપથવિધિ યોજાવાની છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું રાજતિલક ભુપેન્દ્રભાઈ પટેલના શિરે લાગવાનું છે.  ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે અને સાથે જ તેમનું નવું પ્રધાનમંડળ પણ શપથ લેશે.
  • વડાપ્રધાનશ્રી આજે રાતે જ અમદાવાદ પહોંચ્યા
  • રેકોર્ડ બ્રેક જીત બાદ ભવ્ય શપથવિધિ
  • ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે શપથ
રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિ
ભુપેન્દ્રભાઈ આવતીકાલે મુખ્યમંત્રી તરીકેના શપથ લેવાના છે અને આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રીશ્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત દિગ્ગજ નેતાઓ, સાધુ-સંતો, મહંતો પણ મોટી સંખ્યામાં હાજરી આપશે.
સાધુ સંતોના આશિર્વાદ સાથે CM અને તેનું પ્રધાનમંડળ શપથ લેશે
શપથવિધિને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ડોમ તૈયાર થઈ ચુક્યો છે જેમાં ત્રણ સ્ટેજ બનાવાયા છે. જેમાં એક મંચ પર રાજ્યપાલ, નવા મુખ્યમંત્રી તથા તેમનું પ્રધાનમંડળ બેસશે. બીજા મંચ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રીશ્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ બેસશે અને ત્રીજા મંચમાં સાધુસંતો બેસશે. જણાવી દઈએ કે, ભુપેન્દ્રભાઈ પટેલ 15મી ગુજરાત વિધાનસભાના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.