વિશ્વના પ્રથમ WHO GCTMનું આજે ભૂમિપૂજન, વડાપ્રધાન સહિતના મહાનુભાવોને આવકારવા જામનગર સજ્જ
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિયોદરમાં બનાસ ડેરી સંકુલના લોકાર્પણ કર્યા બાદ જામગર જવાના છે. જામનગરમાં નરેન્દ્ર મોદી ગોરધનપરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસનના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. જેમની સાથે WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનà«
05:04 AM Apr 19, 2022 IST
|
Vipul Pandya
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિયોદરમાં બનાસ ડેરી સંકુલના લોકાર્પણ કર્યા બાદ જામગર જવાના છે. જામનગરમાં નરેન્દ્ર મોદી ગોરધનપરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસનના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. જેમની સાથે WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ જોડાશે.
19 રાસ મંડળીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે
જામનગરના અતિથિ થનાર તમામ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે જામનગરવાસીઓ સજ્જ થયા છે. થાન, બાંટવા, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર સહિતની 19 રાસ મંડળીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહાનુભાવોને આવકારશે. જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી આવનાર રાસ મંડળીઓ કાઠીયાવાડી લેહકા સાથે રાસની રમઝટ બોલાવશે. ઉપરાંત સીદસર, જામનગરના વિવિધ ગૃપ દ્વારા જામનગર ખાતે પધારનાર મહેમાનોના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. જામનગર-ગુજરાતને પરંપરાંગત ઔષધીઓ માટે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર વિશેષ ગૌરવ અપાવશે. તેનો જામનગરવાસીઓને વિશેષ ઉત્સાહ છે.
ગ્લોબલ સેન્ટર વિવિધ મુદ્દે કામ કરશે
વિશ્વ સ્વાસ્થ્ય કેન્દ્રના નવા કેન્દ્રનું નિર્માણ પરંપરાગત ચિકિત્સાનાં સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવા અને લાભ આપવા માટે કરવામાં આવી રહ્યું છે. જામનગર આ ક્ષેત્રમાં હબ તરીકે ઉભરી આવશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે - સંશોધન અને શિક્ષણ; માહિતી અને પૃથ્થકરણ; સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજી. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં તેને યોગ્ય તરીકે સંકલિત કરવામાં અને શ્રેષ્ઠ-સ્થિર અસર માટે તેની ગુણવત્તા અને સલામતીને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
વડાપ્રધાન અંબાણી પરિવાર સાથે ભોજન કરે તેવી શક્યતા
મળતી માહિતિ પ્રમાણે નરેન્દ્ર મોદી અંદાજે ચાર કલાક જેટલો સમય જામનગરમાં રોકામ કરશે. જે દરમિયાન તેઓ જામનગરમાં અનેક પ્રતિષ્ઠિત લોકો અને પરિવાારો સાથે તેઓ મુલાકાત કરી શકે છે. એક વાત એવી પણ સામે આવી છે કે વડાપ્રધાન જામગરમાં અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી શકે છે. તેઓ જામનગર સર્કિટ હાઉસમાં આ મુલાકાત કરશે. આ સિવાય નરેન્દ્ર મોદી અંબાણી પરિવાર સાથે ભોજન કરે તેવી શક્યતા પણ છે.
જામનગરમાં વડાપ્રધાનનો કાર્યક્રમ
- બપોરે 1.15 કલાકે એરફોર્સ પર આગમન
- 1.30 કલાકે સર્કિટ હાઉસ ખાતે કરશે રોકાણ
- જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે કરશે મુલાકાત
- ગોરધનપર ખાતે PM મોદી ભોજન લેશે
- 3.30 કલાકે GCTMનું ભૂમિપૂજન કરશે
- 5: 00 વાગ્યે ગોરધનપરથી પરત રવાના
- 5: 20 એરપોર્ટ પર પહોચશે
Next Article