Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગરમ શાલ માટે વિશ્વમાં ખ્યાતિ મેળવેલું ગામ ભુજોડી, રાષ્ટ્રીય નેતાઓ, કલાકારો પણ લઈ ચુક્યા છે આ ગામની મુલાકાત

કચ્છનું એક એવું ગામ જે તેની ગરમ શાલ માટે જગવિખ્યાત છે. વિશ્વની મોટાભાગની હસ્તી ભુજોડી ગામની મુલાકાત લે છે ગરમ સાલના કારણે વિશ્વમાં પ્રખ્યાતી મેળવનાર ભુજોડી ગામે અત્યાર સુધી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય નેતાઓ કલાકારો તેમજ ક્ષેત્રની હસ્તીઓ મુલાકાત લઈ ચૂકી છે.સહેલાણીઓને આકર્ષે છેભુજોડીની હાથસાળમાં બનેલી વિવિધ વેરાઈટીઓ દેશ-વિદેશમાં લોકોને આકર્ષિત કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્à
ગરમ શાલ માટે વિશ્વમાં ખ્યાતિ મેળવેલું ગામ ભુજોડી  રાષ્ટ્રીય નેતાઓ  કલાકારો પણ લઈ ચુક્યા છે આ ગામની મુલાકાત
કચ્છનું એક એવું ગામ જે તેની ગરમ શાલ માટે જગવિખ્યાત છે. વિશ્વની મોટાભાગની હસ્તી ભુજોડી ગામની મુલાકાત લે છે ગરમ સાલના કારણે વિશ્વમાં પ્રખ્યાતી મેળવનાર ભુજોડી ગામે અત્યાર સુધી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય નેતાઓ કલાકારો તેમજ ક્ષેત્રની હસ્તીઓ મુલાકાત લઈ ચૂકી છે.
સહેલાણીઓને આકર્ષે છે
ભુજોડીની હાથસાળમાં બનેલી વિવિધ વેરાઈટીઓ દેશ-વિદેશમાં લોકોને આકર્ષિત કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુજોડીની હસ્તકલાને વખાણી હતી અને વધુને વધુ કલાનો વિકાસ થાય અને વિશ્વ સ્તરે તે માટેના પ્રયાસો કર્યા છે. સ્મૃતિ ઈરાનીએ પણ ભુજોડીની શાલના વખાણ કર્યા છે. કચ્છમાં  રણ ઉત્સવ વખતે આવતા સહેલાણીઓ ખાસ યાદ કરીને ભુજોડી ગામમાં ખરીદી કરવા અને કચ્છની પ્રિન્ટની યાદગીરી લેવા માટે પહોંચી જતા હોય છે વણાટ કામની વસ્તુઓ દેશની ઓળખ બની ગયા છે.
રાષ્ટ્રીય એવોર્ડ  વિજેતા કારીગરો છે આ ગામમાં
દેશના પશ્ચિમ છેડે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનું ભુજોડી એવું  ગામ છે જ્યાં દેશના પ્રતિષ્ઠિત ગુરુ સહિત રાષ્ટ્રીય એવોર્ડ  વિજેતા કારીગરો છે દેશ વિદેશમાં ગરમ સાલનું વેચાણ કરી પ્રખ્યાત મેળવેલું નાનકડું ગામ ઉનના વણાટ કામ સાથે સંકળાયેલ છે. ભુજ તાલુકાનું  ભુજોડી ગામ ભોજાભાઈ નામના રબારીએ વસાવેલુ હતું. આ ગામમાં વણકર અને રબારી વણાટ કામથી વર્ષે ત્રણ કરોડથી વધુનો વેપાર કરે છે.
કોઠાસૂઝથી વારસામાં મળે છે આ કળા
પોતાની ડિઝાઇન કરી સાલ અને અન્ય અનેક વસ્તુઓ બનાવતા કારીગરોના જણાવ્યા પ્રમાણે વણકર સમાજ કામ વંશ પરંપરાગત થી કરે છે કોઈપણ વ્યક્તિ બહાર શીખવા જતો નથી તેમને કોઠાસૂઝ હોય છે. ગામમાં માત્ર ગરમ શાલ જ નહીં પણ અન્ય  વસ્તુઓ પણ વણકર બનાવે છે જેમાં કચ્છના ધાબળા, શેત્રંજી ,ગાલીચા ,નેપકીન ટેબલમેટ અને આસન જેવી અનેક વેરાઈટીઓ માર્કેટમાં ઉપલબ્ધ કરાવે છે.
શિયાળામાં વેપાર વધારે
ભુજોડીમાં શિયાળાની મુખ્ય ઋતુ વ્યવસાય માટે છે. અગાઉ સતત પ્રવાસીઓ આવતા હતા તેને બદલે હવે માત્ર ત્રણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો આવે છે બાકીના નવ મહિના પાંચ ટકા પણ ધંધો થતો નથી જેથી એક સાથે બનાવી રાખવું પડે છે જેને કારણે રોકાણ પણ વધી જાય છે તો બીજી તરફ ટન ઓવર પણ વધ્યું છે અહીં હાથવણાટના કામમાં મહિલાઓની સંખ્યા પણ વધુ જોવા મળે છે
મહિલાઓ પણ જોડાયેલી છે વ્યવસાયમાં
સાલ બનાવવાના કાર્યમાં મહિલાઓનું યોગદાન પણ રહેલું છે પુરુષ સમોવડી માનસિકતામાં હવે સ્ત્રીઓનું યોગદાન પણ વધતું જાય છે મહિલા આ ક્ષેત્રમાં આગળ આવી છે ત્યારે કચ્છી શાલ બનાવવામાં મહિલાઓએ કાઠું કાઢવું છે ઉપરાંત નેશનલ એવોર્ડ પણ મેળવ્યા છે. કચ્છી સાલ બનાવવાની પ્રક્રિયા ઘણી  મહેનત માંગી લે તેવી છે તાણો કાઢવો, બોબીન ભરવા ,વગેરે પ્રક્રિયા બાદ સાલ બનાવવી પડે છે.
400થી શરૂ કરી દોઢ લાખ સુધીની કિંમતની શાલ
અઢી હજાર વસ્તી ધરાવતા ભુજોડી ગામમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા કારોગરો છે. સામાન્ય ડિઝાઈન અને ઓછા વર્ક વાળી સાલ 400થી શરૂ થાય છે તેનાંથી વધીને દોઢ લાખની સાલ બને છે કિંમતી સાલ બનાવવામાં અંદાજે પાંચ મહિના જેટલો સમય લાગે છે તો તેની ડિઝાઇન પણ એકદમ બારીક હોય છે ઓર્ડર પર બનતી શાલના પણ ખરીદનાર હોય છે.
મોંઘી શાલ વનસ્પતિ નિર્મિત
મોંઘી શાલ વનસ્પતિ નિર્મિત હોય છે. દર વર્ષે દેશના માત્ર દસ ચુનદા કારીગરોને શિલ્પ ગુરુ એવોર્ડ આપવામાં આવે છે . જેમાં વણકર પ્રેમજી વેલજી એ વર્ષ 2005 માં મેળવ્યું હતું. તેવી રીતે સંત કબીર એવોર્ડ પણ અનેક  કારીગરને મળ્યા છે.  શાલ બનાવવા માટે તાણો કાઢવામાં આવે છે એટલે કે તારથી દોરા ગોઠવવાનું હોય છે જેમાં કાલા કોટન અને વુલનના દોરાનો ઉપયોગ થાય છે, ત્યારબાદ ઘઉંનો લોટ ગરમ કરીને પાણીમાં નાખી આ દોરાને ડુબાડવામાં આવે છે એટલે આ દોરો મજબૂત બને છે ત્યારબાદ તેની એક રીલ બને છે અને ત્યારબાદ એક પછી એક દોરાને જોઈન્ટ કરી  વણાટ કામ શરૂ થાય છે દોરા પ્રમાણે ડિઝાઇન બને છે, વુલન સિલ્ક, એક્રેલિકથી તૈયાર થાય છે ડિઝાઇન વાળી સાલ ખૂબ જ બારીક હોય છે સાલમાં ઉપયોગ થતો કાલાકોટન એટલે કે કપાસ માંથી બનતો દોરો કહેવામાં આવે છે જે વણાટ કામમાં ઉપયોગ લેવાય છે અહીં મોટાભાગના કારીગરો કાલા કોટનનો ઉપયોગ કરે છે જે ઓર્ગેનિક છે અને હાનિકારક નથી તેમજ કાપડ  બનાવવામાં ઉપયોગ થાય છે એક સાદી સાલ બનાવવામાં બે દિવસ જેટલો સમય લાગે છે.
અન્ય રાજ્યોમાં પણ શાલ વેચવા જાય છે
શિલ્પ ગુરુ એવોર્ડ વિજેતા પ્રેમજીભાઈ વેલજીભાઈ સિજુ જેઓ  હાલમાં 80 વર્ષની વયના છે તેઓની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓની પેઢી દર પેઢી સાલના  વ્યવસાય સાથે સંકળાયેલા છે ઓક્ટોબર મહિનાથી સાલ બનાવવાની શરૂઆત થાય છે જે ફેબ્રુઆરી મહિના સુધી સાલ બને છે ઉનાળામાં તેઓ કોટનના કાપડ બનાવે છે તેઓને સાલ વેચાણ કરવા માટે દિલ્હી બેંગ્લોર જગન્નાથપુરી ભુવનેશ્વર કલકત્તા સુરજ કુંડ સહિતના સ્થળોએ સરકાર દ્વારા યોજાતા મેળામાં જાય છે.
મશીન કરતા હાથેથી બનાવેલી શાલ ગુણવત્તા યુક્ત
બજારમાં મળતી મશીનની સાલ અને હાથની કારીગરીથી બનતી સાલની  અનેક ખાસિયતતા જોવા મળે છે મશીનમાં બનતી સાલ જ્યારે વોશિંગ થાય ત્યારે તેના દોરા નીકળી જાય છે અને તેનું વજન પણ હોતું નથી જ્યારે હાથ વણાટમાં બનતી સાલ ભારે હોય છે તેમજ તેની બારીક ડિઝાઇન પણ હોય છે, તેમજ ઠંડી સહન કરવાની ક્ષમતા હોય છે.
દિગ્ગજોના હસ્તે મેળવી ચુક્યા છે સમ્માન
ભુજોડી ખાતે હાલ વણકર પરિવારના 700 ઘરો આવેલા છે, જ્યારે 200  હાથસાળ જોવા મળે છે. અત્યાર સુધી ભુજોડીના મોટાભાગના કારીગરોને નેશનલ મેરીટ એવોર્ડ, સંત કબીર એવોર્ડ મળી ચૂક્યા છે જેમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભેંરોસિંહ શેખાવત, શંકર દયાલ શર્મા ,પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ,પૂર્વ  રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ દ્વારા તેઓને એવોર્ડ મળી ચૂક્યા છે.
હાથશાળાઓ ઘટી
કચ્છમાં આવેલા 2001 ના વિનાશક ભૂકંપ  બાદ અનેક ઔદ્યોગિક એકમો  કચ્છમાં આવ્યા હતા, જેને લઈને મોટાભાગના કારીગરો કંપનીઓમાં નોકરી કરતા થઈ ગયા હતા. ભૂકંપ પૂર્વે 350 હાથશાળ હતી જે આજે ઘટીને 200 જેટલી થઈ છે હાલમાં શિયાળાની સિઝનમાં કાલાકોટન પ્યોર કોટન,સિલ્ક ની ડિમાન્ડ જોવા મળે છે.
ઓવોર્ડ
  • 1991માં નેશનલ મેરીટ એવોર્ડ વણકર પ્રેમજીભાઈ વેલજીભાઈ
  • 1995માં નેશનલ એવોર્ડ વણકર હિરજીભાઈ
  • 1997માં નેશનલ એવોર્ડ વણકર દેવજીભાઈ
  • 2001માં નેશનલ એવોર્ડ વણકર ચમનભાઈ
  • 2005માં શિલ્પ ગુરુ એવોર્ડ વણકર પ્રેમજીભાઈ
  • 2006માં નેશનલ એવોર્ડ બાયાબેન દેવજીભાઈ
  • 2006માં નેશનલ એવોર્ડ વણકર દામજીભાઈ
  • 2007માં નેશનલ એવોર્ડ વણકર હંસરાજભાઈ
  • 2014માં નેશનલ એવોર્ડ વણકર કંકુબેન
  • 2016માં એવોર્ડ વણકર દેવજીભાઈ
  • 2015માં સુરજ કુંડ  કલાનિધિ એવોર્ડ વણકર દેવજીભાઈ
  • 2018માં નેશનલ એવોર્ડ લક્ષ્મીબેન સીજુ
  • 2003માં રશિયા, 2007માં સાઉથ આફ્રિકા,2020માં ક્લનિધિ એવોર્ડ  મળ્યો છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.