Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાજ્યની સરકારે તેના કરાર આધારિત કર્મચારીઓને કર્યાં કાયમી, જાણો

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કરાર આધારિત કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. શનિવારે તેમણે સૌથી પહેલા રાજ્યમાં કરાર આધારિત નિમણૂકોના અંત કરવાની જાહેરાતા રાજ્યના લોકોને દિવાળીની મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં આયોજીત કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર રવિવારે વિધિવત વિજ્ઞપ્તિ પ્રકાશિત કરાશે.57 હજારથી વધારે કર્મચારીઓ થશà«
આ રાજ્યની સરકારે તેના કરાર આધારિત કર્મચારીઓને કર્યાં કાયમી  જાણો
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કરાર આધારિત કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. શનિવારે તેમણે સૌથી પહેલા રાજ્યમાં કરાર આધારિત નિમણૂકોના અંત કરવાની જાહેરાતા રાજ્યના લોકોને દિવાળીની મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં આયોજીત કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર રવિવારે વિધિવત વિજ્ઞપ્તિ પ્રકાશિત કરાશે.
57 હજારથી વધારે કર્મચારીઓ થશે કાયમી
નવીન પટનાયકે કહ્યું કે, ઓડિશાએ હંમેશા માટે કરાર આધારિત નિમણૂક સિસ્ટમનો અંત કરી દીધું છે. આ જાહેરાત બાદ જુદાં-જુદાં સરકારી વિભાગોમાં કરાર આધારિત કામ કરતા 57 હજારથી વધારે કર્મચારીઓ નિયમિત કર્મચારી બની જશે. તે માટે સરકારની તિજોરી પર 1300 કરોડ રૂપિયાનું ભારણ આવશે.
કર્મચારીઓમાં ખુશી
મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ પ્રદેશના કોન્ટ્રેક્ટ બેઝ્ડ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતના ઘરેથી બહાર નિકળી ખુશી મનાવવાની સાથે મુખ્યમંત્રી નવીન પટનાયકને એડવાન્સમાં જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે.
રાજ્યમાં કોન્ટ્રેક્ટ બેઝ્ડ નિમણૂકના યુગનો  અંત
મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારી સૌથી મોટી પ્રાથમિકતા મર્યાદિત સંસાધનો સાથે આ ક્ષેત્રનો વિકાસ કરવાની છે. તમારા સહકારથી અને ભગવાનના આશીર્વાદથી અમે વર્ષ 2013થી કોન્ટ્રાક્ટ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. આ નિર્ણય મારા માટે પણ પીડાદાયક હતો. આજે આપણી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. વિકાસના ક્ષેત્રમાં ઓડિશાએ સમગ્ર દેશમાં એક નવી ઓળખ ઉભી કરી છે. ગયા વર્ષે અમે આ કરાર આધારિત નિમણૂકને પ્રારંભિક નિમણૂકમાં પરિવર્તિત કરી હતી. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે રાજ્ય કેબિનેટે કરાર આધારિત નિમણૂક પ્રણાલીને હંમેશ માટે દૂર કરવાનો નિર્ણય લીધો છે. ઘણા રાજ્યોમાં હજુ પણ નિયમિત ભરતી બંધ છે. કરાર આધારિત ભરતીની કામગીરી ચાલી રહી છે. હવે ઓડિશામાં કરાર આધારિત નિમણૂકનો યુગ પૂરો થયો છે.
સિદ્ધાંતોનું પાલન કરો: CM નવીન પટનાયક
મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ઓડિશા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. મજબૂત બની રહ્યું છે. ઓડિશાના ઈતિહાસમાં આ એક સોનેરી ક્ષણ છે. હું સરકારી કર્મચારીઓને વિનંતી કરું છું કે તમે બધા સારું કામ કરો. નિશ્ચયથી લોકોની સેવા કરો. જવાબદારી નિભાવવામાં પાંચ સિદ્ધાંતોનું ટીમ વર્ક, ટેકનોલોજી, પારદર્શિતા અને પરિવર્તનનું પાલન કરો. સરકારની માન્યતામાં વધારો કરો અને ઓડિશાના પરિવર્તનમાં મહત્વપૂર્ણ યોગદાન આપો.
Advertisement
Tags :
Advertisement

.