Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar : ડ્રેનેજની સફાઈ દરમિયાન એક સફાઇ કામદારનું ગૂંગળાતા મોત

ભાવનગરમાં સફાઇ કામદારના મોતનો મામલો ડ્રેનેજની સફાઈ દરમિયાન ગેસ ગળતરથી 1 વ્યક્તિનું મોત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં બની હતી દુર્ઘટના મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવેઃ પરિવારની માંગ તાત્કાલિક વળતર...
07:35 PM Nov 10, 2023 IST | Hardik Shah

---------------------------------------------------------------------------------------------------------------------------------

ભાવનગરમાં એક સફાઈ કામદારનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, સફાઈ કામદાર ડ્રેનેજની સફાઈ કરી રહ્યો હતો તે દરમિયાન ગૂંગળાઈ જવાના કારણે તેનું મોત થયું છે. કામદારના મોત બાદ પરિવારે લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.

ભાવનગરમાં એક સફાઈ કામદારનું ડ્રેનેજમાં ગૂંગળાઈ જવાના કારણે મોત થયું છે. આ દુર્ઘટના સન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઈન્સ્ટિટ્યૂટમાં બની હતી. મળતી માહિતી અનુસાર, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં બે સફાઈ કામદારો સફાઈના કામે ઉતર્યા હતા જ્યા એક કામદારને ગૂંગળામણ થયું હતું. જેના કારણે તેનું મોત થયું હતું. આ દુર્ઘટના બાદ હોસ્પિટલની બહાર આી પહોંચેલા પરિવારજનોએ રોકકડ કરી મુકી હતી અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી. આ સાથે રાજ્યમાં વાલ્મિકી સમાજ સાથે અન્યાય થઇ રહેલો બંધ કરવાની તેમણે માંગ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad: દીકરાને ડાર્ક વેબમાં વેચી નાખવાની આપી ધમકી, 5 લાખ ડોલરની માંગ કરી

આ પણ વાંચો - Surat : શરમ ભૂલી ચાલુ એમ્બ્યુલન્સમાં કામલીલા કરી રહ્યું હતું કપલ, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhavnagarBhavnagar NewsBhavnagar Safai KamdarcleaningcleaningworkerdrainageGujaratFirstSafai Kamdarsanitation worker diedsuffocation
Next Article