ભાવેણાવાસીઓએ વડાપ્રધાનશ્રી મોદીને ભાવપૂર્વક આવકાર્યાં, જુઓ તસવીરો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM MODI) બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્રણ શહેરોમાં તેમના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તેઓ અમદાવાદમાં મેટ્રો રેલનું લોકાર્પણ કરવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌપ્રથમ સુરત પહોંચ્યા હતા. સુરતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ભાવનગર (Bhavnagar) મુલાકાત કરી હતીભાવનગરમાં પીએમ મોદીએ 2 à
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM MODI) બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ત્રણ શહેરોમાં તેમના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તેઓ અમદાવાદમાં મેટ્રો રેલનું લોકાર્પણ કરવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌપ્રથમ સુરત પહોંચ્યા હતા. સુરતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ભાવનગર (Bhavnagar) મુલાકાત કરી હતી
Advertisement
ભાવનગરમાં પીએમ મોદીએ 2 કિલોમીટરનો ભવ્ય રોડ શો (Road Show) કર્યો હતો અને લોકોનું અભિવાદન જીલ્યુ હતુ.
ભાવનગરમાં વડાપ્રધાનશ્રીને રોડ શોમાં અબાલા વૃદ્ધો સોવ કોઇ ઉમટી પડ્યા હતા અને મોદી મોદીના નારા લગવ્યા હતા
ભાવનગરમાં 2 કિમીના રોડ શોમાં વડાપ્રધાનશ્રીના ગાડીઓ પર પુષ્પવર્ષા કરી ભાવેણાવાસીઓએ પોતાના PMને આવકાર્યા હતા અને વડાપ્રધાનની એક ઝલક માટે લોકો ખુશી-ખુશી માર્ગો પર ઉભા રહ્યાં હતા.
ભાવનગરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત તેઓ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદઘાટન કરાયું હતું.
ભાવનગરના રોડ-શોમાં જુદાં-જુદાં દસ પોઈન્ટ પર બનાવાયેલા સ્ટેજમાં કાઠિયાવાડી સંસ્કૃતિનું પ્રતિબીંબ પડે તેવા 10 કાર્યક્રમોમાં 190 જેટલા કલાકારો દ્વારા કલા પ્રદર્શિત કરી હતી. દર 150 મીટરે એક મંચનું નિર્માણ કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કાફલા સાથે ભાવનગરના લોકોનુ અભિવાદન ઝીલતા વડાપ્રધાન મહિલા કોલેજથી રૂપાણી સુધીનો દોઢ કિ.મી. લાંબો રોડ શો કરી રૂપાણી પહોંચ્યા હતા અને જવાહર મેદાનમાં સભા સંબોધી હતી.
Advertisement