Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાનનો ભાતીગળ તહેવાર ગણગૌર ત્રીજ, આજે થશે અહીં ઇશર -ગૌરીના લગ્ન

જેમ ગુજરાતમાં અષાઢ માસમાં પાંચ દિવસ ગૌરી વ્રત કરાય છે. તેવી જ રીતે ભારતમાં ઉજવાતા અનેક તહેવારોમાંથી એક ગણગૌર પણ રાજસ્થાનો ખૂબ પ્રચલિત તહેવાર છે. રાજસ્થાનમાં ગણગૌર વ્રત ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણગૌર તહેવારમાં ભગવાન ભોલેનાથ માટે 'ગણ' શબ્દ વપરાય છે અને માતા પાર્વતી માટે ગૌર શબ્દ વપરાય છે. સામાન્ય રીતે ચૈત્ર પક્ષના ત્રીજા દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર શ્રદ્ધાા અને પ્રેમનું પ
12:41 PM Apr 03, 2022 IST | Vipul Pandya
જેમ ગુજરાતમાં અષાઢ માસમાં પાંચ દિવસ ગૌરી વ્રત કરાય છે. તેવી જ રીતે ભારતમાં ઉજવાતા અનેક તહેવારોમાંથી એક ગણગૌર પણ રાજસ્થાનો ખૂબ પ્રચલિત તહેવાર છે. રાજસ્થાનમાં ગણગૌર વ્રત ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણગૌર તહેવારમાં ભગવાન ભોલેનાથ માટે 'ગણ' શબ્દ વપરાય છે અને માતા પાર્વતી માટે ગૌર શબ્દ વપરાય છે. સામાન્ય રીતે ચૈત્ર પક્ષના ત્રીજા દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર શ્રદ્ધાા અને પ્રેમનું પ્રતિક છે. આ વર્ષે આ તહેવાર 4 એપ્રિલે ઉજવવામાં આવશે. આજે પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અપરિણીત કન્યાઓ ઈચ્છિત વર મેળવવા માટે આ વ્રત રાખે છે. તો ચાલો હવે જાણીએ ગણગૌર વ્રત સાથે જોડાયેલી વાર્તા અને પૂજા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી.

શું છે ગણગૌર વ્રત પાછળની કથા?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા અને સાધના સાથે આજના દિવસે વ્રત રાખ્યું હતું, ત્યારે ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા પાર્વતી સામે પ્રગટ થયા હતા. માતા પાર્વતી સમક્ષ હાજર થઈને ભગવાન શિવે તેમને વરદાન માંગવા કહ્યું. 
ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે વરદાનમાં માંગ્યા. તે પછી ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા. આ સાથે ભગવાન શિવે માતા પાર્વતીને અખંડ સૌભાગ્યવતી રહેવાનું વરદાન આપ્યું હતું, માતા પાર્વતીએ ભગવાન શિવ તરફથી આ વરદાન માત્ર પોતાની પાસે જ રાખ્યું ન હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે આ વરદાન તે તમામ મહિલાઓ માટે પણ છે જે આજના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરશે. ત્યારથી ગણગૌર વ્રત સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયું છે અને આજે તમામ અપરિણીત છોકરીઓ અને સ્ત્રીઓ તેને ખૂબ જ આદર અને પ્રેમથી કરે છે.

ગણગૌર ઉપવાસ પદ્ધતિ
ઘણાં ગામોમાં આ તહેવાર પાંચ દિવસ સુધી ઉજવાય છે. વ્રતના ત્રણ દિવસ પહેલાંથી જ ગામમાં ઇશર અને ગૌરીના સંબંધી પક્ષે બંદોલી પણ અપાય છે. ઘણાં ગામ શહેરોમાં મેળાં, ભજન,અને ઇશ્વર ગૌરીના લગ્નના જાહેર કાર્યક્રમો પણ થાય છે. સાથે જ ઇશર ગૌરીના લગ્નના ગીતો અને જમણવાર પણ યોજાય છે. ગણગૌર વ્રતના દિવસે અવિવાહિત કન્યાઓ અને સ્ત્રીઓ સવારે કોઇ એક જગ્યાએ ભેગી થાય છે, સોળ શણગાર કર્યા પછી, બગીચામાંથી લીલા કંદ અને ફૂલો મિશ્રિત પાણી ભરીને અને તેમના માથા પર મૂકીને, ગણગૌરના ગીતો ગાતી ગામમા ફરે છે. ત્યાર બાદ  લાકડાના બાજટ પર લાલ કપડું પાથરીને તેના પર ઈસર અને ગૌરીની માટીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવામાં આવે છે. રંગબેરંગી વસ્ત્રો પહેરાવવીને ગૌરી અને ઇશ્વરને  શણગારવામાં આવે છે સાથે જ ગૌરીને વસ્ત્રો અલંકાર પહેરાવાય છે.
 

આ ખાસ પદ્ધતિથી કરાય છે પૂજા 
હળદર, મહેંદી, રોલી, કાજલ વગેરે વડે ગણગૌરના લગ્નના ગીતો ગાઈને ઈસર અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જેમાં મહિલાઓ દ્વારા દિવાલ પર મહેંદી, કાજલ, રોલી, સિંદુરના 16-16 ટપકાં અને અપરિણીત છોકરીઓ દ્વારા 8-8 ટપકાં લગાવવામાં આવે છે.  તેમજ ખાલી થાળીમાં પાણી, દૂધ, દહીં, હળદર અને કુમકુમ મિક્સ કરીને સુહાગનું પાણી  તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી બંને હાથમાં લીલી ઘરો લઈને આ પાણીનો પહેલા ગણગૌર પર છંટકાવ કરીને મહિલાઓ તેને પોતાના પર છાંટે છે. આ છાંટા સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. પૂજાના અંતે ગણગૌર માતાની કથા સાંભળવામાં આવે છે . ત્યારબાદ જમણવારમાં વાપસી અથવા ચૂરમું બનાવાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે આ પૂજાનો પ્રસાદ ફક્ત મહિલાઓ અને છોકરીઓએ જ ખાવો જોઈએ. 

આ ખાસ રિવાજ
પૂજાના અંતે પરણિત સ્ત્રીઓ તેમના સાસુના ચરણ સ્પર્શ કરવાનો ખાસ રિવાજ પણ છે. આ પછી સાંજના શુભ મુહૂર્તમાં  ઇશર ગૌરીને હરખભેર વિદાય આપવામાં આવે છે.  જેમાં  ઈસર અને પાર્વતીની પ્રતિમાને વાજતે ગાજતે પવિત્ર કુંડમાં વિસર્જીત કરાય છે. 
Tags :
gangaurtijgangurmarrijegangurvartmelaGujaratFirstisargurivartrajsthantrijtyohar
Next Article