Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત 7 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં હર હંમેશા ચૂંટણી ટાણે જ વિવાદ ઉભો થતો હોય છે અને વિધાનસભાની ચૂંટણી ટાણે રાજીનામા આપી દીધા  છે જેમાં શહેર પ્રમુખ સહિત યુવા પ્રદેશ મહા મંત્રી સહિતના હોદ્દેદારો મળી સાત લોકોએ પક્ષમાંથી રાજીનામું આપી પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસની નીતિ સામે તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસથી નારાજ શહેર પ્રમુખ સહિત
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ  ઉપપ્રમુખ  પ્રદેશ યુવા મહામંત્રી સહિત 7 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં હર હંમેશા ચૂંટણી ટાણે જ વિવાદ ઉભો થતો હોય છે અને વિધાનસભાની ચૂંટણી ટાણે રાજીનામા આપી દીધા  છે જેમાં શહેર પ્રમુખ સહિત યુવા પ્રદેશ મહા મંત્રી સહિતના હોદ્દેદારો મળી સાત લોકોએ પક્ષમાંથી રાજીનામું આપી પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસની નીતિ સામે તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસથી નારાજ શહેર પ્રમુખ સહિત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી તેમજ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોએ કોંગ્રેસની હર હંમેશા વિરોધ કરવાની નીતિ રહી છે અને પક્ષમાં વાદવિવાદ રહેતો હોય છે તેવા આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કરી રાજીનામાં આપ્યા હોવાનો વિસ્ફોટ કર્યો હતો 
જેમાં રાધે પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ,નિકુલ મિસ્ત્રી ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી,તેમજ તેજપ્રિત સોખી વિક્કી ભરૂચ શહેર જિલ્લા સમિતિ પ્રમુખ, કિરણ ચૌહાણ-ભરૂચ શહેર ઉપપ્રમુખ,કિરણ પરમાર-ભરૂચ શહેર ખજાનચી,કિશોરસિંહ રણા- માજી વાગરા વિધાનસભા સભા પ્રમુખ,માજી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી,રાકેશ ગોહિલ માજી વાગરા તાલુકા પંચાયત  ઉપપ્રમુખ, ન્યાય સમિતિ ચેરમેન પદેથી રાજીનામા આપ્યા હોવાનું રટણ કરી પત્રકાર પરિષદ સંબોધી હતી. કોંગ્રેસ પદમાંથી રાજીનામું આપનારા આગામી બે-ત્રણ દિવસમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવા અણસારો પણ આપ્યા છે
Advertisement
Tags :
Advertisement

.