Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવંત માને પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, કહ્યું - જે લોકોએ મત નથી આપ્યો તેમની પણ સરકાર

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. 117 સીટોવાળી પંજાબ વિધાનસભામાં AAPને 92 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસને 18 અકાલી દળને 3 અને ભાજપને 2 બેઠકો મળી હતી. AAPએ આ વખતે ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા હતા. ભગવંત માન સંગરુરથી બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. ત્યારે આજે એટલે કે 16મી માર્ચે તેમણે શહીદ ભગતસિંહના ગામ ખટકર કલાંમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છà
ભગવંત માને પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ  કહ્યું   જે લોકોએ મત નથી આપ્યો તેમની પણ સરકાર
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. 117 સીટોવાળી પંજાબ વિધાનસભામાં AAPને 92 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસને 18 અકાલી દળને 3 અને ભાજપને 2 બેઠકો મળી હતી. AAPએ આ વખતે ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા હતા. ભગવંત માન સંગરુરથી બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. ત્યારે આજે એટલે કે 16મી માર્ચે તેમણે શહીદ ભગતસિંહના ગામ ખટકર કલાંમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
પંજાબના બીજા સૌથી યુવા મુખ્યમંત્રી
ભગવંત માને પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કાર્યકાળની દ્રષ્ટિએ જોઇએ તો તેઓ પંજાબના 25મા મુખ્યમંત્રી બન્યા છે. સાથે જ તેઓ પંજાબના બીજા સૌથી યુવા મુખ્યમંત્રી પણ બન્યા છે. આ પહેલા પ્રકાશ સિંહ બાદલે 43 વર્ષની ઉંમરે પંજાબના મુખ્યનંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે આજે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તેમને મુખ્યમંત્રી પદની શપથ લેવરાવી છે. આ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લાખોની સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. આ સાથે જ પંજાબની રાજનીતિમાં નવો અધ્યાય શરુ થઇ ગયો છે.
જેમણે મતદાન નથી કર્યું, આ તેમની પણ સરકાર છે - ભગવંત માન
શપથ લીધા બાદ ભગવંત માને કહ્યું, હું પંજાબના ખૂણે-ખૂણેથી ભગત સિંહના ગામમાં આવેલા લોકોનો દિલથી આભાર માનું છું. દિલ્હીની કેબિનેટ અહીં બેઠી છે. સીએમ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ આવ્યા છે. અહીં પંજાબના ધારાસભ્યો આવ્યા છે, જેમણે ખૂબ જ સારી જીત મેળવી છે. અહીં આવવાનું એક ખાસ કારણ છે કે આ ભગવંતસિંહનું ગામ છે. આમ આદમી પાર્ટી તેમના સપના પૂરા કરવા માટે કામ કરી રહી છે. આ ગામ મારા માટે નવું નથી. હું અહીં ઘણી વખત આવ્યો છું. લોકોએ અમને સાથ આપ્યો છે. આ લોકોનો પ્રેમ ઉતારવા માટે  કેટલાય જન્મો લેવા પડશે.
તેમણે કહ્યું કે, જેમણે મત નથી આપ્યા હું તેમનો પણ સીએમ છું, તેમની પણ સરકાર છે. અમારે કોઈ અહંકાર રાખવાની જરૂર નથી. જનતા ધારે તો તેઓ આકાશમાં પહોંચાડે છે અને તેઓ ઇચ્છે તો તળીયે પણ બેસાડે છે. સાથે જ એક શાયરી બોલતા તેમણે કહ્યું કે, ‘હુકુમત વે કરતે હૈ જિનકા દિલો પર રાજ હોતા હૈ, યું કહેને કો તો મુર્ગો કે સર પે ભી તાજ હોતા હૈ.’
Advertisement
Tags :
Advertisement

.