Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુલમહોર અને ગરમાળાની અને કેસુડાના કેસરી રંગની પ્રેરણા મળતી રહે એવી શુભકામનાઓ !

 હમણાં હમણાં પડેલી પ્રચંડ ગરમીમાં ઘણી જગ્યાએ અને ખાસ કરીને તો અમદાવાદ અને ગાંધીનગરના રસ્તે ગુલમોહર અને સૌથી વધારે ગરમાળાના એકદમ ખીલેલા  હસતા - રમતા, ગુલાબી અને પીળા રંગના વૈભવને જોઈને ચિત્તને એક જુદા જ પ્રકારનો આનંદ પહોંચે. પર્યાવરણની દ્રષ્ટિએ આંખોની સામે વૃક્ષોને પાંગરેલા અને પોતાના પુષ્પોના ભારથી નમી પડતા જોવાની દ્રષ્ટિ હોય તો કોઈ લાંબા પરદેશના પ્રવાસ કરતા પણ કે કદાચ કોઈક બ
ગુલમહોર અને ગરમાળાની અને કેસુડાના કેસરી રંગની પ્રેરણા મળતી રહે એવી શુભકામનાઓ
 હમણાં હમણાં પડેલી પ્રચંડ ગરમીમાં ઘણી જગ્યાએ અને ખાસ કરીને તો અમદાવાદ અને ગાંધીનગરના રસ્તે ગુલમોહર અને સૌથી વધારે ગરમાળાના એકદમ ખીલેલા  હસતા - રમતા, ગુલાબી અને પીળા રંગના વૈભવને જોઈને ચિત્તને એક જુદા જ પ્રકારનો આનંદ પહોંચે. પર્યાવરણની દ્રષ્ટિએ આંખોની સામે વૃક્ષોને પાંગરેલા અને પોતાના પુષ્પોના ભારથી નમી પડતા જોવાની દ્રષ્ટિ હોય તો કોઈ લાંબા પરદેશના પ્રવાસ કરતા પણ કે કદાચ કોઈક બહુ જાણીતી ફિલ્મ જોયાના આનંદ કરતાં પણ વધારે આનંદ મળે અને વધારે ચિત્તને ઉર્જા મળે એવો મારો અને ઘણાનો અનુભવ રહ્યો છે.
પણ એપ્રિલ અને મે મહિનાની સખત ગરમીમાં સામાન્ય રીતે કેટલાક વૃક્ષો ગરમીને કારણે વિલાઇ જતાં હોય છે. ત્યારે ઘરમાં અને ગુલમોહર જેમ ગરમી વધે ગેમ એ વધારે ખીલે છે, ખુલે છે, નમી પડતા હોય એમ પોતાની જ ખુશી અને પ્રસન્નતા અને વ્યક્ત કરતા હોય એમ, પુરબહારમાં પ્રચંડ ગરમી સામે ખુશ્બુનો પ્રતિકાર કરતા હોય એમ, રંગોથી ગરમીને મહાત કરવાનો પ્રયત્ન કરતા હોય એમ આપણને લાગે.
અમસ્તા અમસ્તા જ વિચાર આવી ગયો કે આપણે મહાપુરુષોના જીવનમાંથી અને મહામાનવના જીવનમાંથી પ્રેરણા મેળવીએ છીએ પણ આપણે ઈચ્છીએ તો આપણી આજુબાજુ આ ગરમાળા અને ગુલમોહર કે વગડામાં ખીલેલા કેસુડાના ફૂલોથી કે વૃક્ષોથી પણ બહુ મોટી પ્રેરણા મેળવી શકીએ.
જીવન છે તો એમાં ચડતી અને પડતી તો આવવાના જ. જીવન છે તો તડકો અને છાંયડો વારાફરથી આવવાના જ, જીવન છે તો ઋતુઓ છે અને દરેક ઋતુને પોતાનો આગવો વૈભવ છે. ઉનાળાની પ્રચંડ ગરમીમાં પણ જેમ ગરમાળો અને ગુલમોહર હાર સ્વીકારતા નથી એમ જીવનમાં આવી પડતા અવરોધો, વિરોધ, અગવડો, પ્રતીકારોવગેરેની સામે આપણે પણ gulmohar અને ગરમાળાની પાસેથી પ્રેરણા લઈને જીવનની પ્રત્યેક ક્ષણને પૂર બહારમાં જીવી લેવાની પ્રેરણા મેળવીએ તો કદાચ જીવનના અવરોધો વિરોધો અગવડો કે દુખો દૂર થઈ જશે - એન તો નહીં કહીએ , પણ એની સામે પ્રતિકાર કરવાની આપણી સભ્યતા થોડીક વધશે અને સાથે સાથે ગઇકાલના રોજ બદલે કે આવતીકાલની ચિંતા કરવાને બદલે આજની આ ક્ષણને ઉજળી લેવાની પ્રેરણા આ કેસુડાના ફૂલો ગરમાળાના ફુલો કે ગુલમહોરના ફુલો અને વૃક્ષો આપણને આપી જાય છે.
.
Advertisement
Tags :
Advertisement

.