Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેન સ્ટોક્સે હવામાં ઉડીને બાઉન્ડ્રી પર કર્યું આ કમાલ, જુઓ Video

ઇંગ્લેન્ડે (England)બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા(Australia)ને 8 રને હરાવીને એક મેચ પહેલા T20 સિરીઝ (series)પર કબજો કર્યો હતો. બુધવારે રમાયેલી બીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં યજમાન ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેન્ડની જીતમાં ડેવિડ મલાન અને સેમ કુરેને બેટ અને બોલથી જેટલું યોગદાન આપ્યું હતું તેટલું જ બેન સ્ટોક્સે પ
બેન સ્ટોક્સે હવામાં ઉડીને બાઉન્ડ્રી પર કર્યું આ કમાલ  જુઓ video
ઇંગ્લેન્ડે (England)બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા(Australia)ને 8 રને હરાવીને એક મેચ પહેલા T20 સિરીઝ (series)પર કબજો કર્યો હતો. બુધવારે રમાયેલી બીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં યજમાન ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેન્ડની જીતમાં ડેવિડ મલાન અને સેમ કુરેને બેટ અને બોલથી જેટલું યોગદાન આપ્યું હતું તેટલું જ બેન સ્ટોક્સે પણ તેની અદભૂત ફિલ્ડિંગથી યોગદાન આપ્યું હતું.
ડેવિડ માલાને 49 બોલમાં 82 રન બનાવ્યા હતા. જ્યારે કુરેને 25 રનમાં 3 વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સને 10 રન પર સફળતા મળી હતી, પરંતુ આ મેચમાં તેની ફિલ્ડિંગ વધુ ચર્ચામાં છે. તેણે સિક્સ બચાવીને ઈંગ્લેન્ડની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. હવામાં તેની એક્રોબેટીક્સ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

એક હાથે છ
વાસ્તવમાં 12મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન મિચેલ માર્શે સેમ કુરેનના બોલ પર મોટો શોટ રમ્યો હતો. દરેક જણ બોલને બાઉન્ડ્રી પાર જતો જોઈ શકતો હતો. પછી સ્ટોક્સે હવામાં કૂદકો માર્યો અને એક હાથે અજાયબી કરીને બોલને બાઉન્ડ્રી ક્રોસ કરતા અટકાવ્યો. બાઉન્ડ્રી પાર પડતા પહેલા સ્ટોક્સે પોતે બોલ અંદર ફેંક્યો હતો. જો કે તે અહીં કેચ પકડી શક્યો નહોતો, પરંતુ તેના પ્રયાસે મહત્વપૂર્ણ 6 રન બચાવ્યા હતા.

સ્ટોક્સે બેટિંગ કરી ન હતી
મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. માલને વિસ્ફોટક બેટિંગ કરી અને 49 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા. તેના સિવાય મોઈન અલીએ 27 બોલમાં 44 રન બનાવ્યા હતા. જોકે બેન સ્ટોક્સ બેટથી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો અને માત્ર 7 રન બનાવી શક્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.