કટોકટીમાં મારે શ્રીલંકન હોવાથી ઘણી ખરી ખોટી સાંભળવી પડી
શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા અને ત્યાના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના લોકો અને રાજકારણીઓના નિવેદનો સામે આવી રહ્યાં છે. આ બાબતે મૌન ઘણા લોકો મૌન પણ છે. શ્રીલંકન અભિનેત્રી જેકલીને આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.જેકલીન ફર્નાન્ડિઝે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે.જેમાં તેણે પોતાના દેશનો બચાવ કર્àª
શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા અને ત્યાના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના લોકો અને રાજકારણીઓના નિવેદનો સામે આવી રહ્યાં છે. આ બાબતે મૌન ઘણા લોકો મૌન પણ છે. શ્રીલંકન અભિનેત્રી જેકલીને આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
Advertisement
જેકલીન ફર્નાન્ડિઝે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે.જેમાં તેણે પોતાના દેશનો બચાવ કર્યો છે. તેણે લખ્યું, 'શ્રીલંકન બનવાની મારી ભેટ .મારા દેશની અને તેમાં રહેનારા લોકોની આવી હાલત જોઈને દિલ તૂટી જાય છે. આ કટોકટી શરૂ થઈ ત્યારથી, મને આખી દુનિયા માંથી ઘણી વાતો સાંભળવી પડી છે..હું કહેવા માંગુ છું કે કંઈપણ જોયા પછી, કે ઉતાવળમાં જજમેન્ટ ન આપો. દુનિયા અને મારા દેશની જનતાને કોઈના ચુકાદાની જરૂર નથી. તેઓને દયા અને સમર્થનની જરૂર છે. તેમની શક્તિ અને સ્વાસ્થ્ય માટે 2 મિનિટની શાંતિપૂર્ણ પ્રાર્થના તમને તેમની નજીક લાવશે.
આગળ, જેકલીન ફર્નાન્ડિઝે લખ્યું, 'હું મારા દેશ અને દેશવાસીઓને કહેવા માંગુ છું કે હું આશા રાખું છું કે આ સમસ્યા ટૂંક સમયમાં સમાપ્ત થાય. આ માટે એવો ઉપાય શોધવો જોઈએ કે જેથી બધાને શાંતિ મળે અને લોકોનું ભલું થાય. આ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને શક્તિ મળે તેવી મારી ઈચ્છા છે.
Advertisement