Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ વનડે ક્રિકેટને કહ્યું અલવિદા

T20 વર્લ્ડ કપને હવે એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના એક દિગ્ગજ ખેલાડીએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. જીહા, અમે અહીં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને આક્રમક બેટ્સમેન એરોન ફિન્ચની વાત કરી રહ્યા છે. જેણે અચાનક વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. 35 વર્ષીય એરોન ફિન્ચે શનિવારે ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હાલમાં તે ઓસ્ટ્રેલિય
t20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ વનડે ક્રિકેટને કહ્યું અલવિદા
T20 વર્લ્ડ કપને હવે એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના એક દિગ્ગજ ખેલાડીએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. જીહા, અમે અહીં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને આક્રમક બેટ્સમેન એરોન ફિન્ચની વાત કરી રહ્યા છે. જેણે અચાનક વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. 
T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. 35 વર્ષીય એરોન ફિન્ચે શનિવારે ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયા ટીમની ODI અને T20 ટીમનો કેપ્ટન છે. રવિવારે ફિન્ચ ન્યૂઝીલેન્ડ સામે તેની અંતિમ વનડે રમવા મેદાનમાં ઉતરશે. જોકે, તે અત્યારે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. T20 વર્લ્ડ કપ બાદ ફિન્ચ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને પણ અલવિદા કહી શકે છે. તેણે પોતાની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 વર્લ્ડ કપ ખિતાબ અપાવ્યો હતો. એરોન ફિન્ચની વિદાય મેચ રવિવારે કેર્ન્સમાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડે હશે. 35 વર્ષીય ફિન્ચની વનડે કારકિર્દીની આ 146મી મેચ હશે. આ દરમિયાન ફિન્ચે 5401 ODI રન બનાવ્યા હતા. તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વનડે સદી ફટકારનાર ચોથો બેટ્સમેન છે. આ કિસ્સામાં, તે મહાન રિકી પોન્ટિંગ (29) અને ડેવિડ વોર્નર અને માર્ક વો (બંને 18 સદી)થી પાછળ છે.
Advertisement

એરોન ફિન્ચ હવે આ વર્ષે T20 વર્લ્ડ કપ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે અને તે ટીમની કેપ્ટનશિપ પણ કરશે. ફિન્ચ છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરી રહ્યો છે અને તેથી જ તેણે ODI ફોર્મેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાના 24મા પુરૂષ વનડે ક્રિકેટના કેપ્ટને કહ્યું, 'કેટલીક મહાન યાદો સાથે આ એક અદ્ભુત યાત્રા રહી છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું કેટલીક શાનદાર વનડે શ્રેણીનો ભાગ રહ્યો છું. હું જેની સાથે રમ્યો છું અને મારી સફળતા પાછળ ઘણા લોકોનો ઘણો સપોર્ટ હતો, જેના માટે હું આભારી છું.
54 વનડેમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરનાર એરોન ફિન્ચ ખરાબ ફોર્મમાં છે. તેની છેલ્લી સાત વનડે ઇનિંગ્સ પર નજર કરીએ તો સ્કોર છે – 5,5,1,15,0,0,0. એરોન ફિન્ચ પર મીડિયાથી લઈને ક્રિકેટ એક્સપર્ટનું દબાણ હતું. આ હોવા છતાં, એવી અપેક્ષા હતી કે તે ભારતમાં યોજાનાર 2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે. ફિન્ચે 2020માં કહ્યું હતું કે તેનું લક્ષ્ય આ ટૂર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશિપ કરવાનું છે.
Tags :
Advertisement

.